
અરવલ્લી
અહેવાલ હિતેન્દ્ર પટેલ
મોડાસા નવીન બસ સ્ટેશન ખાતે લેડીઝ માટે બાથરૂમના 5 રૂપિયા , જ્યારે પુરુષો માટે ફ્રી આ કેવું…? વિડિઓ વાયરલ સાથે જાગૃત નાગરિકના આક્ષેપો
મોડાસા ખાતે હાલ જ નવીન બસ સ્ટેશન નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી છે પરંતુ આ નવીન બસ સ્ટેશન ની અંદર નવી ચર્ચા ચગડોળી ચડી છે. જેમાં મોડાસા નવીન બસ સ્ટેશનમાં લેડીઝ માટે બાથરૂમના ૫ રૂપિયા લેવામાં આવે છે અને પુરુષ બાથરૂમના કોઈ ચાર્જ નથી લેવાતો આ તો કેવા નિયમો મહિલા સશક્તિકરણની વાતો માત્ર હવામાં હોય તેવો ઘાટ. જાગૃત નાગરિક નો રોષ જોવા મળ્યો હતો અને વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો ત્યારે આ બાબતની વધુ જાણકારી મેળવવા જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે બાથરૂમ માટે મહિલાઓ પાસેથી પાંચ રૂપિયા લેવામાં આવે છે અને ભાઈઓ માટે ફ્રી તેવા આક્ષેપો કર્યા હતા નવીન બસ સ્ટેશન ની અંદર બાથરૂમ બહાર પે એન્ડ યુઝ લખવામાં આવેલું છે છતાં મહિલાઓ પાસે જ કેમ રૂપિયા લેવામાં આવે છે ભાઈઓ માટે કેમ નહીં તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો. ત્યારે આ બાબતે ખરેખર સચ્ચાઈ શું છે તે તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી ત્યારે જ માલૂમ પડી શકે તેમ છે




