મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા ચોથો સમૂહ લગ્ન મહેસાણા ખાતે યોજાયા.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ચોથા સમૂહ લગ્નમાં ૬૩ યુગલોને આશીર્વચન પાઠવ્યા.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આજ રોજ મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં ૬૩ યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા ચોથો સમૂહ લગ્ન મહેસાણા ખાતે યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પહેલગામના દિવંગતોને મૌન શ્રદ્ધાંજલિ આપી હતી. આરોગ્ય મંત્રીશ્રી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રેડીયો કાર્યક્રમ “મન કી બાત “ને પણ સૌએ સાંભળી હતી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાત નું સમૂહ શ્રવણ કર્યું હતું…..
૬૩ નવ દંપતિઓને આશીર્વાદ આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,” શિક્ષણ દ્વારા પોતાના સમાજને ઉન્નત કરવાની પ્રબળ ઈચ્છા સાથે આગળ વધો. સંઘશક્તિ કલયુગે એટલે કે આ સમયમાં સમૂહ શક્તિ જ શક્તિબળ છે. ઠાકોર સમાજની નવી ઊંચાઈઓ આપવા માટે શિક્ષણ ભવન માટે માતબર રકમની જન પ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા જ્યારે જાહેરાત થઈ છે ત્યારે સરકાર સરકાર સમક્ષ તમારી દરખાસ્ત મુકો એમ પણ તેમણે જણાવ્યું હતું….ઉલ્લેખનીય છે કે આજના પ્રસંગે ઉપસ્થિત વિવિધ જનપ્રતિનિધિઓએ મહેસાણા ખાતે ઠાકોર શિક્ષણ ભવન બનાવવા માટે માતબર રકમના દાન અને ફાળવણીની જાહેરાતો કરી હતી…..
દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્યશ અલ્પેશભાઈ ઠાકોરે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે,” વિકસિત સમાજની પ્રેરણા લઇ શિક્ષણ અને સહકારથી સંગાથ સાથે આગળ વધો. વિકસીત થાઓ.”
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં લગ્નના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઇ નાયક, પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી સુખાજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, અગ્રણી ગીરીશભાઈ રાજગોર અગ્રણી ભગાજી ઠાકોર,પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા , મ્યુનિસિપલ કમિશનર રવીન્દ્ર ખતાલે ,એપીએમસી ચેરમેન દિનેશભાઈ , આયોજક પંકજસિંહ દરબાર અને જયદીપસિંહ ઠાકોર તેમજ પૂર્વ કોર્પોરેટર સંજય બ્રહ્મભટ્ટ સહિતના જનપ્રતિનિધિઓ, તેમજ દાતા શ્રેષ્ઠી ઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .




