GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના કેદારીયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
HALVAD:હળવદના કેદારીયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના કેદારીયા ગામ વિસ્તારની નેસડા નામે ઓળખાતી સીમમાં વોંકળામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૫૪ કિં રૂ. ૩૪,૬૧૪ નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આરોપી ચેતનભાઈ ભરતભાઈ કોળીએ કેદારીયા ગામના વિસ્તારમાં નેસડા નામે ઓળખાતી સીમમાં વોંકળામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૪ કિં રૂ. ૩૪,૬૧૪ નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.