BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં ચોરીના ભંગારનો જથ્થો ઝડપાયો:250 કિલો લોખંડના સળિયા સાથે SOGએ 4 શખ્સોને ઝડપ્યા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ ભંગારના વેચાણના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, દાતાર સ્ક્રેપની દુકાન પાસે થ્રી વ્હીલર ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા વેચાણ માટે લાવવામાં આવ્યા છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટેમ્પોમાંથી 250 કિલોગ્રામ લોખંડના સળિયા મળી આવ્યા હતા. વાહનમાં સવાર ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં.
પોલીસે હસ્તી તળાવ સીધેશ્વર સોસાયટીના રહેવાસી ધર્મેન્દ્ર છીતેન જેસવાલ, અબ્દુલ મજીદ શેખ, કિરણ વસાવા અને જસવંત જેન્તી વસાવાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.



