
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
સેવા સાથે સંસ્કારનું પણ સિંચન થાય તેવા સંકલ્પ સાથે ભારત વિકાસ પરીષદ- અડાજણ શાખા ના ૨૦૨૫-૨૬ ની વાર્ષિક સાધારણ સભા અને પદગ્રહણ શપથવિધિ સંપન્ન થઈ.
પ્રમુખ પદે વિનેશ શાહ, મંત્રી વિકાસ પારેખ અને ખજાનચી તરીકે પ્રા. જયેશગીરી ગોસ્વામી સહિત ૧૧ જેટલા અન્ય પદાધિકારીઓએ સ્વસ્થ સમર્થ અને સંસ્કારીત ભારતના ઘડતર માટે શપથ લીધા.
સંસ્થાની પરંપરા મુજબ વંદેમાતરમ અને દિપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરુઆત થઈ હતી. આ સમારંભમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ભારત વિકાસ પરીષદ ગુજરાત દક્ષિણ પ્રાંતના પેટ્રન શ્રી પ્રેમ શારદાજીની પ્રેરક ઉપસ્થિતિ માં તેઓએ સેવા અને સંસ્કારના કાર્યો માટે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. તથા પ્રાંત પ્રમુખશ્રી ધર્મેશભાઈ શાહે નવ નિયુક્ત પદાધિકારીઓને જવાબદારી વહન કરવા માટેની સમજણ તથા મહત્વના સૂચનો કર્યા હતા તથા આ સમારંભના મુખ્ય મહેમાન જેઓ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ નિયુક્ત થયા છે તથા ફોગવાના પ્રમુખ એવા શ્રી અશોકભાઈ જીરાવાલા એ સંસ્થાની વિચારધારાને બિરદાવી હતી અને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી સંસ્થાને લગતી કોઈ પણ પ્રકારની મદદ માટે તૈયારી બતાવી હતી. અંતમાં શાખા મહિલા સહભાગિતા દામિનીબેન ઝવેરીએ આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ પટેલ એ કર્યું હતું.


