BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ શહેરના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી 15 દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગર પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયાંગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવનાર છે. કેનાલ રિપેરીંગ માટે બંધ કરાનાર હોઈ માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી કેનાલ રિપરિંગની કામગીરી પુર્ણ થાય એટલે કે 15 મે સુધી શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે. જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે.શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમય જ પાણી મળનાર હોય ત્યારે આકરી ગરમીમાં તેઓની હાલત કફોડી બની શકે છે.

Back to top button
error: Content is protected !!