GUJARATHALOLPANCHMAHAL

હાલોલની ટીકીટાર ઈન્ડસ્ટ્રીઝ કંપનીના સ્વર્ગસ્થી ડાયરેક્ટરની 8મી પુણ્યતિથીને લઇ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૪.૨૦૨૫

હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે કંપનીના ડિરેક્ટર ની 8મી પુણ્યતિથિએ હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 10.00 કલાકે દીપ પ્રાગટ્ય કરી કંપની કર્મચારીઓ દ્વારા રક્તદાનનો આરંભ કર્યો હતો. જે રક્તદાન બપોર 4.00 કલાક સુધી માં 93 રક્તદાતાઓ એ રક્ત દાન કર્યું હતું.હાલોલ ગોધરા રોડ ખાતે આવેલ ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝ કંપનીસંચાલકો તેમજ કર્મચારીઓ દ્વવારા પ્રતિ વર્ષે 28 એપ્રિલના રોજ કંપનીના ડિરેક્ટર સ્વ.રાજેશભાઈ કાંતિલાલ શાહ ની પુણ્યતિથિએ રક્તદાન એ મહાદાન ના એમ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે કંપની કમ્પાઉન્ડમાં શ્રી મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે કંપનીના ચેરમેન દેવેન્દ્ર મોટા કંપનીના ડિરેક્ટર સ્વ.રાજેશભાઈ ના પુત્ર પ્રતિક શાહ,એચ.આર.હેડ ગૌરવકુમાર સહીત કંપનીના હોદ્દેદારો કર્મચારીઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.અને રક્તદાતાઓ નો ઉત્સાહ વધાર્યો હતો.સવારે દશ વાગ્યાથી શરુ થયેલ આ શિબિર બપોર ના ચાર વાગ્યા સુધીમાં રક્તદાતાઓ એ રક્તદાન કરતા 93 રક્ત બોટલ એકત્રિત થઇ હતી અને ત્યારબાદ પણ ચાલુ રહ્યું હતું. કંપની સંચાલકો દ્વારા રક્તદાન કરતા હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે કંપની કર્મચાઓ તેમજ કંપની સંચાલકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!