AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગારખડી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાનાં ખેલમહાકુંભમાં કબડ્ડીની રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ 3.0 માં ડાંગ જિલ્લાની અંડર-14 કબડ્ડીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.આ ટીમમાં ગારખડી પ્રાથમિક શાળાનાં તેજસ્વી બાળકોએ ભાગ લીધો હતો.અને પોતાની ઉત્કૃષ્ટ રમત દ્વારા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.રમત-ગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ ખેલમહાકુંભમાં ડાંગ જિલ્લાની ટીમે શરૂઆતથી જ શાનદાર રમત દાખવી હતી.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગારખડી પ્રાથમિક શાળાના બાળકોએ ટીમના મહત્વના સભ્યો તરીકે યોગદાન આપ્યુ હતુ.આ સફળતા પાછળ ટીમના કોચ અને ગારખડી પ્રાથમિક શાળાના શિક્ષકોની અથાગ મહેનત રહેલી છે, જેમણે બાળકોને સખત તાલીમ આપી હતી.રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ગારખડી શાળાની ટીમે કાંસ્ય ચંદ્રક જીતીને માત્ર ડાંગ જિલ્લાનું જ નહીં, પરંતુ ગારખડી ગામ અને ગારખડી પ્રાથમિક શાળાનું નામ પણ રોશન કર્યું છે.આ ભવ્ય જીતથી ગારખડી પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી.) પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને તેઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.ડાંગ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને શિક્ષણ પરિવારે આ અસાધારણ સિદ્ધિ બદલ ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.ગારખડી પ્રાથમિક શાળાના આચાર્યએ પણ શિક્ષકો અને બાળકોને અભિનંદન આપતાં બાળકોને રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.આ જીત ડાંગ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને તેમને રમત-ગમત ક્ષેત્રે વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપશે..

Back to top button
error: Content is protected !!