GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલના આંગણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી,૬૫માં ગુજરાત રાજય સ્થાપના દિવસની ઉજવણીમા જિલ્લાવાસીઓને સહભાગી થવા કલેકટરનુ જાહેર આમંત્રણ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૪.૨૦૨૫

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે તા.૧ લી મે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત કલેકટર કચેરી, ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના પત્રકારો સાથે સંવાદ યોજાયો હતો.જિલ્લા કલેકટર આશિષ કુમારએ ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીની માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧ લી મે ના રોજ માન. રાજયપાલ તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.તેમને મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સવારે ૧૦.૦૬ કલાકે મુખ્યમંત્રીના વરદ હસ્તે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાશે ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે ઇ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શનનો રામદરબાર મંદિર પાસે, છબનપુર ખાતે કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ મુખ્યમંત્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રેાસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ વિઝીટર ગેલેરીની મુલાકાત અને ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચુઅલ ઉદઘાટન કરશે.આ ઉપરાંત હાલોલ ખાતે સ્થિત રૂબામીન પ્રા.લી.કંપનીની મુલાકાત કરી ત્યાં લીથયમ-આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનુ ઉદઘાટન કરશે. સાંજે ૧૮.૦૦ કલાકે વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ તથા બાઇક રેલી યોજાશે અંતમાં ગોધરા એસ આર પી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની ઐતિહાસિક અને સંસ્કૃતિ ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.કલેકટર એ જણાવ્યું હતું કે ,ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવા જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે. દરેક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગોધરાવાસીઓ આ ભવ્ય ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સહભાગી થવા જિલ્લા કલેકટર આશિષ કુમારે જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ દિવસ નિમિતે મુખ્યમંત્રીના હસ્તે ગોધરા ખાતેથી રૂપિયા ૬૪૯.૭૭ કરોડના વિવિધ ૮૬ વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાશે જેમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, આદિજાતિ વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, RTO વિભાગ અને નગરપાલિકા જેવા વિવિધ વિભાગોના કામોનો સમાવેશ કરાયો છે.આ પત્રકાર સંવાદ બેઠકમાં નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, નાયબ માહિતી નિયામક હરીશ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી પટેલ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!