તા.૨૮.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના બોરખેડા ગામના રહેણાક મકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
દાહોદ તાલુકાના બોરખેડા ગામમાં તા. ૨૮૦૪૨૦૨૫ ના સોમવાર ૯:૦૦ કલાકે મળતી માહિતી અનુસાર તાલુકા તાલુકાના જાલત ગામ નજીક બોરખેડા ગામના રહેણાક મકાનમાં અગમ્ય કારણ સર આગ લાગતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અચાનકજ રહેણાક મકાનમાં આગ લાગવાની જાણ ગ્રામ જનોને થતા ગ્રામ જનો ભેગા થયા હતા.અને આગને ઓલવવા પાણીનો છટકારો કરવામાં આવ્યો હતો.પણ આગ એ જોત જોતામાં વિક્રાણ રૂપ ધારણ કરી લેતા વિસ્તારના લોકો એ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી જેની જાણ થતાજ નગરપાલિકા ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગને ઓલવવાં માટે સતત પાણીનો છટકાવ કરવામાં આવ્યો હતો.જેમાં ભારે જહેમત બાદ ફાયર વિભાગના સતત પ્રયાસોથી આગ પર કાબુ મેળવ્યો હતો.અચાનકજ અગમ્ય કારણો સર રહેણાક મકાનમાં લાગેલી આગમાં કોઈ જાણ હાની ન થતા લોકોએ હાશકારો લીધો હતો