GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તા.૩૦ જૂન સુધી કોટડાસાંગાણી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવી શકાશે

તા.૨૮/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કોટડાસાંગાણી સરકારી ઔદ્યોગિક સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ધો.-૧૦ પાસ/નાપાસ માટે ઈલેક્ટ્રીશિયન, મિકેનીક ડીઝલ, કોપા (કોમ્પ્યુટર કોર્સ), કીટર તથા ધો.-૮ પાસ માટે વાયરમેન, વેલ્ડર કોર્સ માટે પ્રવેશ સત્ર-૨૦૨૫ના પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા તા.૩૦.૦૬.૨૦૨૫ સુધી ચાલશે.

કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી અથવા ભાડવા રોડ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, સરકારી ઔદ્યોગિક સંસ્થા કોટડાસાંગાણીનો સવારે ૧૦:૦૦થી સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં રૂબરૂ સંપર્ક કરવો. તેમ કોટડાસાંગાણી આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!