Dhrangadhra : ધાંગધ્રા વીશ્વ કામદાર સ્મૃતિ દિવસના ઉપલક્ષમાં સીલીકોસીસ પીડીતોએ આપ્યો સંદેશ
Dhrangadhra :ધાંગધ્રા વીશ્વ કામદાર સ્મૃતિ દિવસના ઉપલક્ષમાં સીલીકોસીસ પીડીતોએ આપ્યો સંદેશ.
૨૮ એપ્રિલ વીશ્વ કામદાર સ્મૃતિ દિવસ તરીકે મનાવાય છે. આ દિવસે સીલીકોસીસ પીડીત સંઘ, ધ્રાંગધ્રા, થાન અને મોરબીએ સામુહીક સંદેશ આપતા કહ્યુ કે, યાદ રહે, અમે મરવા માટે કામ કરતા નથી. અમે માંદા પડી અકાળે મરવા પણ કામ કરતા નથી. કામદારને કામ કરવા સુરક્ષીત કાર્યસ્થળ આપવામાં આવે તે પાયાની જરુરીયાત છે અને રાજ્ય તે સુનીશ્ચીત કરે.
વીશ્વ કામદાર સ્મૃતિ દિવસને ધ્યાનમાં લઈને સીલીકોસીસ પીડીતોએ ધ્રાંગધ્રામાં કામદાર સંઘના હોલમાં આ પ્રસંગે બેઠકનું આયોજન કર્યુ. જેમા મુખ્ય મહેમાન તરીકે ધ્રાંગધ્રા મ્યુનિસિપાલીટી ના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા અને આ સમસ્યા સમાજ સમક્ષ ઉજાગર કરવા સંસ્થા અને તેના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. પોતાના સહકાર નું વચન આપ્યું, થાન, મોરબી અને ધ્રાંગધ્રા ના સીલીકોસીસ પીડીતો ઉપસ્થિત રહ્યા અને પોતાની પીડા વ્યક્ત કરી. પીડીતો એ પોતે જે કુટુંબીજનને ગુમાવ્યા હોય તેમની તસ્વીરો ને પુષ્પમાળા ચડાવી અંજલિ આપી. જગદીશ પટેલે આ પ્રસંગે ગુજરાત સરકાર પીડીતો માટે પુનઃ વસન નિતી ઘડી અમલમાં મુકે તેવી માગણી કરી. જીવીત કામદારો ના રક્ષણ ની માગણી કરી, અસંગઠિત કામદારો માટે કાયદા ની વાત કરી.
મોરબીના પીડીત રણજીતભાઇએ કહ્યુ કે કારખાનામાં કામદારના આરોગ્ય અને સલામતી કોઇ જ તકેદારી રાખવામાં આવતી નથી અને એમના પોતાના ગામના બે કામદારો જે મોરબીમાં કામ કરતા સીલીકોસીસથી મૌત થયા છે. છતા અમે બધા મજબુરીમાં કામ કરીએ છીએ.
મોરબીના પીડીત હરીશભાઈએ કિધુ હવે આપણે બોલશુ નહી તો તો આપણી સમસ્યા કેમ ઉકેલાશે. હવે આપણે બોલવુ પડશે અને ચાલવુ પણ પડશે.
થાનગઢના પીડીત જિતેંદ્રભાઈ હીમત કરો, ડરો નહી આગળ વધવા આવજ કાર્યો.
ધ્રાંગધ્રા ના સામાજીક કાર્યકર ચંદ્રેશ ભાઇએ પણ પ્રાસંગિક વાત કરી જેમા તેઓ એ કામદારોને સંગઠીત થવા બાબતેથી કાયદા બધા માટે સમાન અને રક્ષણ અંગે વાત કરી. ચીરાગ ચાવડાએ સભા સંચાલન કર્યું, નવીનભાઈએ મહેમાનોનુ સ્વાગત કર્યું અને દર્શન પરમારે આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં ૬૦થી વધુ સીલીકોસીસ પીડીતોએ ભાગ લઈને કામને સ્થળે અકસ્માત અને વ્યવસાયીક રોગોને કારણે અકાળે મ્રુત્યુ પામેલા કામદારોને યાદ કરી અંજલી આપવામાં આવી અને જીવીત કામદારોના રક્ષણ માટે પોકાર કરી.