BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતના સરપંચ અવૈધ રેતી ખનન અને વહન બાબતે મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી

ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતના સરપંચ અવૈધ રેતી ખનન અને વહન બાબતે મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી

મુખ્યમંત્રી, ભરૂચ વડોદરા ના કલેકટર, મામલતદાર, પ્રાંત અધિકારી, ભૂસ્તર વિભાગ સહિતનાઓને રેતી માફિયાઓ વિરુદ્ધ પગલા ભરવા રજૂઆત કરી

 

ઝઘડિયા તાલુકામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે, નર્મદા કિનારેથી અવૈધ રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે, ઝઘડિયા તાલુકાના નાનાવાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે, જેના પગલે મહિલા સરપંચ તલ્લીકાબેન વસાવા દ્વારા સરકારના ૧૨ જેટલા વિભાગોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી છે, નાના વાસણા સરપંચ તલ્લીકાબેન વસાવા દ્વારા ૧૨ જેટલા વિભાગોમાં રજીસ્ટર પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે, તેમાં જણાવ્યું છે કે નાનાવાસણા (પરવટા) તા. ઝઘડિયા નર્મદા કિનારે આવેલ છે, તેમના ગામમાં કોઈ સરકારી લીઝને મંજૂરી આપેલ નથી તથા ગામના ગામજનો હંમેશા ખેતી તથા મચ્છી ઉદ્યોગ અને પશુધન પર નિર્ભર છે, જેઓ તમામ નદી કિનારે અવર-જવર કરે છે, ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ નર્મદા નદીનો કરે છે, તેમના ગામની સામે વડોદરા જીલ્લો અને કરજણ તાલુકો આવેલો છે, જ્યાં રેતીનું ખનન થાય છે, સામે કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકાર ની કોઈ લીઝ મંજૂર નહીં હોવા છતાં નાનાવાસણા ગામની હદમાં આવી નર્મદા નદીના પટમાં બિન અધિકૃત રીતે‌ રેતી ખનન અને વહન કરે છે, તેમજ અમો સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગયેલ પરંતુ તેઓ માથાભારે ઈસમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપે છે, ગામના ઓવારા માંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતા ખૂબ ઊંડા ખાડા પડી ગયા છે, જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાની થવાની તેમજ મોટી હોનારત થાય તેમ છે, ઓવારા પર ગામના પશુધન પાણી પીવા જતા હોય છે તેઓનું પણ જાનહાની થાય જેમ છે, ગામના ગ્રામજનો જે મચ્છી ઉદ્યોગ પણ નિર્ભર છે તેઓ ઓવારે મચ્છી મારવા માટે જતા હોય તેઓની પણ રોજગારી સામે રેતી ખનન અને વહન કરતા માથાભારે ઈસમો મચ્છી મારવા માટે રોકી રહ્યા છે અને તે બાબતે અવારનવાર ધમકીઓ આપતા રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે આ અરજીને ધ્યાનમાં લઇ ઓચિંતી મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે, ઉપરાંત મહિલા સરપંચ તલ્લીકાબેન વસાવા એ ચિમકી ઉચ્ચારી છે કે આ રીતે‌ રેતી ખનન અને વહનથી કોઈપણ પ્રકારની પશુહાની, માનવ‌હાની કે અન્ય હોનારત થાય તેની જવાબદારી અમારી કે ગામ કક્ષાના સરકારી કર્મચારીની રહેશે નહીં અને કોઈ પણ પ્રકારની હોનારત થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલી કક્ષાના ખાણ ખનીજ વિભાગ તથા અન્ય લાગતા સરકારી વિભાગની રહેશે જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેઓએ વિનંતી કરી છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો અમારી અરજી ધ્યાન નહીં લેવામાં આવે તો અમો ગ્રામજનો તથા સરપંચ દ્ધારા અવૈધ રેતી ખનન અને વહન કરતાં માથાભારે ઈસમો સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ નહીં આવે તો હાઇકોર્ટ દ્વારા અવૈધ રેતી ખનન વહન અટકાવવાની ફરજ પડશે તેમ તેમણે તેમની રજૂઆતમાં‌ કહ્યું છે.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!