ANANDUMRETH

વકીલ શુકલ બંધુની ધારદાર દલીલોથી શખ્સને કોર્ટે નિર્દોષ ઘોષિત કર્યો

પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

ફરિયાદી નિલેશ પટેલે વિદેશ જવા સારું આરોપી ઘનશ્યામ વાળંદ નાઓ ને સને 2019 માં રૂ.૫,૫૦,૦૦૦/- આપેલ હતા. જે કામ ન થતા આરોપીએ ચેક આપેલ અને તે નકારાયા બાબતની ફરિયાદ ઉમરેઠ ના એડિશનલ ફર્સ્ટ ક્લાસ સાહેબ પી.એ.શર્મા સાહેબ ની કોર્ટમાં કેસ નંબર 1099/19 થી ફરિયાદ દાખલ થયેલ.
આ કેસ માં ફરિયાદી પોતાનું લેણું પુરવાર કરી શકેલ નહીં તેમજ આરોપીના વકીલ ધ્રુમિલ શુક્લ/ શ્રેણિક શુક્લ નાઓ ની દલીલો નામદાર કોર્ટે ધ્યાને લીધેલ અને ખરેખર ફરિયાદીને કોઈ રકમ આરોપી પાસે લેવાની નીકળતી ન હતી પરંતુ ત્રાહિત પાસે થી ચેક મેળવી ફરિયાદી એ હાલની ખોટી ફરિયાદ કરેલ હોય જે સમગ્ર કેસ ચાલી જતા ફલિત થયેલ જેથી આરોપીને નામદાર ઉમરેઠ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો.

Back to top button
error: Content is protected !!