અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શ્રી ગણેશ ચતુર્થીના પાવન પર્વે 20 રક્તપિત્તગ્રસ્ત અને 6 વિદ્યાર્થીઓ સાથે પ્રારંભાયેલ ‘સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ’ પદ્મશ્રીનુ હકદાર બન્યુ
સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના અનેક ઍવૉર્ડ મળ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર શ સુરેશભાઈને સાંપડ્યો છે. અને ભારતના મહામહિમ મા. દ્રૌપદિ મુર્મુ ના વરદ હસ્તે પદ્મશ્રી સ્વીકારીયો.
પોતાના વતન શિનોરથી સુરેશભાઈ સોની એમ એસ યુનિવર્સિટી વડોદરા ની લેક્ચરરશીપ છોડીને તરછોડાયેલા માનવીઓની સેવામાં જીવન વિતાવ્યું.
સહયોગ એવી જગ્યા છે જ્યાં પગ મૂકતાં જ શાંતિ અનુભવાય, અલૌકિક આનંદ અને ‘ ભગવાને મને બીજા કરતાં ઉત્તમ સ્થિતિમાં રાખ્યો છે’ ની અનુભૂતિ થાય છે.
તા. 23-11-1944માં શિનોર ગામે (જિ. વડોદરા) શ્રી સુરેશભાઈનો જન્મ થયો. માતા પાસેથી લોકો પ્રત્યે મમતા અને પિતા પાસેથી સેવાપરાયણતાના ગુણો સાંપડ્યા. ઉપરાંત પ્રેમચંદ અને ર.વ.દેસાઈની નવલકથાઓનાં વાચનથી લોકોની સેવા કરવાનો ગુણ કેળવાયો.
શ્રી સુરેશભાઈના દામ્પત્યજીવનની વાત કરીએ તો… ઇન્દિરાબહેન સાથે સગાઈની વાત ચાલી ત્યારે સુરેશભાઈએ સત્તર પાનાંનો પત્ર ઇન્દિરાબહેનને લખ્યો. પત્ર વાંચીને ઇન્દિરાબહેનને પહેલાં તો થયું કે, આ માણસ સાથે સાંસારિક જીવન શક્ય નથી. રક્તપિત્તગ્રસ્તોની સારવાર કરવાની … તો હું તેને થોડાં દિવસોમાં બદલી નાંખીશ. બંનેનાં લગ્ન થયાં. સુરેશભાઈની સાથે ઇન્દિરાબહેન પણ રક્તપિત્તગ્રસ્તોની સારવારમાં ક્યારે પલોટાઇ ગયાં તેનો તેમને પણ ખ્યાલ ન રહ્યો. આજે તેમનો સમગ્ર પરિવાર સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં સેવાપરાયણ જીવન જીવે છે.
શરુઆતમાં સુરેશભાઈને કામ કરવુ હતુ પણ મૂંઝવણો અનેક હતી. ક્યાં જવું, શું કરવું? કહેવાય છે ને કે, આપણા મનમાં શુભભાવના હોય તો પૂરી કાયનાત મદદ કરવા તૈયાર હોય છે. સર્વોદય આશ્રમ મઢીથી રચનાત્મક કાર્યકર શ્રી રામુભાઈ પટેલે સુરેશભાઈને 30 એકર જમીન કોઈ પણ પ્રકારની શરત વિના આપી.જાણે કે, વર્ષોથી આ સત્કાર્ય માટે આ ભૂમિ રાહ જોઈ રહી હતી ! આજે સહયોગમાં મિનિ ઇન્ડિયાના પ્રેમસભર વાતાવરણમાં આત્મયીતાની લાગણીથી 1050 આશ્રમવાસીઓ વસે છે. અહીં વિવિધ તહેવારો અને દિનવિશેષની ઉજવણી અનેરા ઉત્સાહથી કરવામાં આવે છે.
સહયોગમાં રહેવાની, જમવાની, ભણવાની તમામ સુવિધાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. ટ્રસ્ટનાં ઉમદા કાર્યો જોઈને લોકો સામે ચાલીને આર્થિક સહયોગ કરે છે. અહીં એક આખુ રળિયામણું ગામ નિર્માણ પામ્યું છે. અહીં બૅન્ક, દવાખાનું, કુમાર છાત્રાલય,કન્યા છાત્રાલય,મંદબુદ્ધિ ભાઇઓ- બહેનો માટે વેગળા છાત્રાલય અને હૉસ્પિટલ વગેરે છે. હોસ્પિટલમાં મોડાસા,હિંમતનગર,અમદાવાદ વગેરેથી તજજ્ઞ ડોક્ટરો સેવા આપવા આવે છે. આશ્રમવાસીઓના મનોરંજન માટે નૃત્ય,સંગીત અને નાટકોના પ્રયોગો ગોઠવવામાં આવે છે.બૌધ્ધિક વ્યાખ્યાનો,સેમિનારો અને સમયાંતરે વાલી મિટિંગ પણ રાખવામા આવે છે.દીપકભાઈ સોની, સુભાષભાઈ, ડૉ તીમીરભાઈ મહેતા, દીપીકાબેન સોની, પારુલ બેન સોની તથા રમેશભાઈ પુરી નિષ્ઠાથી સુરેશભાઈ નું કામ આગળ ધપાવી રહ્યા છે.