GUJARAT

વિજાપુર હાઇવે આવેલ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજ ના ઉપાશ્રય ખાતે વર્ષીતપ મહોત્સવ યોજાયો

વિજાપુર હાઇવે આવેલ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજ ના ઉપાશ્રય ખાતે વર્ષીતપ મહોત્સવ યોજાયો
વિજાપુર તા.
વિજાપુર હાઇવે આવેલ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજના ઉપાશ્રય ખાતે વર્ષી તપ મહોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન અવસર પ્રવર્તક શ્રી રાજેન્દ્ર મુનીજી મહારાજ સાહેબ તેમજ ઉપ પ્રવર્તક શ્રી વિનય મુનીજી મહારાજ સાહેબ તેમજ શ્રી ગૌતમ મુનીજી મહારાજ સાહેબ તેમજ સુરેન્દ્ર મુનીજી મહારાજ સાહેબ સંજય મુનીજી મહારાજ સાહેબ તેમજ સાગર મુનીજી મહારાજ સાહેબ ની સાંનિધ્ય મા યોજાયો હતો. જેને લઇ તપસ્વી મહારાજ નો જુલૂસ તેમજ મહેમાનો નુ સન્માન કાર્યક્રમ રાખવા મા આવ્યા હતા. આ કાર્યક્રમ મા ધારાસભ્ય સી.જે ચાવડા પૂર્વ ધારાસભ્ય કાન્તિ ભાઈ પટેલ તેમજ મુસ્લીમ સમાજ ના અગ્રણી તલત મહેમુદ સૈયદ રોટરી કલબ ના ચેર પર્સન શામજી ભાઈ ગોર સહિત મહાનુભાવો નુ સન્માન કરવા મા આવ્યું હતુ.સાથે સાથે ભક્તિ સંધ્યા કાર્યક્રમ મા ભક્તિ ગીત ગાન શરૂ થતાં ઉપસ્થિત જૈન શ્રાવક સમાજ ભક્તિ થી તરબોળ બની ઉઠ્યો હતો.આ કાર્યક્રમ સર્વ જાતિ ના સમાજના લોકો ની ઉપસ્થિતી ને લઈ ધાર્મિક એકતા સાથે પ્રસંગ ની ઉજવણી કરવા મા આવી હતી. આ કાર્યક્રમ નુ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજ ના અગ્રણી શાંતુ ભાઈ શાહ મહાવીર જેવલર્સ તેમજ દેવી લાલ ચત્તર ,ચેતન લોસર, ગૌતમ બોહરા, પવન લોસર દ્વારા સંચાલન કરવા મા આવ્યું હતુ. જેમાં ભક્તિ ભાવ એકતા સાથે લોકો પ્રસંગ મા જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!