MORBI:’આપ’ જિલ્લા પ્રમુખો દ્વારા તમામ જિલ્લાઓમાં ૧લી મે ‘ગુજરાત સ્થાપના દિન’ નિમિત્તે પ્રતીક ઉપવાસનું એલાન.
MORBI:’આપ’ જિલ્લા પ્રમુખો દ્વારા તમામ જિલ્લાઓમાં ૧લી મે ‘ગુજરાત સ્થાપના દિન’ નિમિત્તે પ્રતીક ઉપવાસનું એલાન.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને વોર્ડમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરશે: આપ
ગુજરાતના લોકોને સુખ-શાંતી, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ‘ગુજરાત સ્થાપના દિન’ દિવસે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે: આપ
૧લી મે ના રોજ અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે અને તબક્કાવાર 182 વિધાનસભાઓમાં પરિવર્તન સંકલ્પ સભા યોજાશે: આપ
ગુજરાતના તમામ લોકો પ્રતિક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભામાં જોડાય તેવી વિનંતી: આપ
જે લોકો પર અત્યાચાર થયો હોય, જેમના પર ભાજપે ત્રાસ વર્તાવ્યો આવ્યો હોય તે તમામ લોકો પ્રતિક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભામાં જોડાય: આપ
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતભરમાં ૧લી મે, ગુજરાતના સ્થાપના દિવસના અવસરે, ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસના ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાની વાત રજૂ કરતા જિલ્લા પ્રમુખોએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતો , ધંધા રોજગાર બરબાદ થઈ ગયા, ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે અને વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે, બાળકોના ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતી, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ૧ લી મે ને ‘ગુજરાત સ્થાપના દિન’ દિવસે અમારા જિલ્લા લેવલે, તાલુકા લેવલે, વોર્ડ લેવલે એક સાથે એક દિવસીય ઉપવાસનું આયોજન કરશે.
આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ અમે આમંત્રણ આપીશું. અમે જનતાને આમંત્રણ આપીશું અને કહીશું કે આવો આપણે સાથે મળીને એક દિવસનો ઉપવાસ કરીએ કારણ કે હાલ ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ આપણે કંઈ કરી શકતા નથી તેના પ્રાયશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસ યોજીશું. ત્યારબાદ સાંજે અમદાવાદ ખાતે ‘પરિવર્તન સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ 182 વિધાનસભામાં તબક્કાવાર ‘પરિવર્તન સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના લોકો અને સાથે જોડાયેલા સામાન્ય લોકો પણ ગુજરાતની સુખાકારી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે, સુરક્ષા માટે, ખેડૂતોને પૂરતા ભાવ મળે અને લોકોને ન્યાય મળે ગરીબો વંચિતો શોષિતોને તેમના હક અધિકાર મળે સુરક્ષા મળે, તે માટે સંકલ્પ લેશે. પ્રતિક ઉપવાસ કર્યા બાદ સાંજે પારણા કરીશું અને ત્યારબાદ સંકલ્પ લેવામાં આવશે. ગુજરાતની જનતા પોતે આ સંકલ્પે તેવી પણ હું વિનંતી કરું છું. 1 મે ના રોજ પણ facebook લાઈવ કરીને લોકોને આમંત્રિત કરવામાં આવશે.