બોડેલી,છોટાઉદેપુર, કવાંટ, સંખેડા અને પવીજેતપુર ના મહેસુલી કર્મચારીઓ ની અચોક્કસ મુદત ની હડતાલ ની સરકારને ચીમકી.

તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સરકારશ્રી દ્વારા હકારાત્મક નિવારણ લાવવા આવેદનપત્ર આપવામાં આવેલ તથા માંગણીના મુદ્દાઓ પરત્વે સરકારશ્રી દ્વારા દિન-૧૦માં હકારત્મક નિકાલ કરવામાં નહી આવે તો જીલ્લામાં મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી,માસ સી.એલ. અને હડતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. જેની આપ સાહેબશ્રીને જાણ કરેલ હતી.પરંતુ આવેદનપત્ર આપ્ય ૧૦-દિવસ જેટલો સમય થયેલ હોવા છતાં આજદિન સુધી મુદ્દાઓના હકારાત્મક નિવારણ અંગે કોઈ કાર્યવાહી કે પ્રતિક્રિયા આપેલ નથી.જેથી મહેસુલી કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તી હોય આવેદનની વિગતે આગામી કાર્યક્રમોના ભાગરૂપે મહેસુલી કર્મચારીઓ તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાના છીએ ત્યારબાદ તા.૩૦/૪/૨૦૨૫ ના રોજ માસ સી.એલ.પર જવાના છીએ.વધુમાં ત્યારબાદ પણ જો પ્રશ્નોના નિવારણ સબંધે કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં નહી આવે તો અચોક્ક્સ મુદ્દતની હડતાલ કરવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




