GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના જુના દેવળિયા ગામે વાડીની ઓરડીમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
Halvad:હળવદના જુના દેવળિયા ગામે વાડીની ઓરડીમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂ ૧.૯૫ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં કમલેશ માવજીભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૦ બોટલ કીમત અને બીયર નંગ ૭૪૪ કીમત રૂ ૭૪,૪૦૦ મળીને કુલ રૂ ૧,૯૫, ૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી કમલેશ માવજી ભોરણીયા રહે જુના દેવળિયા તા. હળવદ વાળો મળી આવ્યો ના હતો જેથી હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે