અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા નજીક બાયપાસ હાઇવે રોડ પરના રેલવે ફાટક નજીક અકસ્માત :એક જ પરિવારના 5 સભ્યો સહિત 8 લોકોને ગંભીર ઈજાગ્રસ્ત, 1 નું મોત
મોડાસા નજીક બાયપાસ હાઇવે રોડ પરના રેલવે ફાટક પાસે ઈકોવાન ને નળ્યો માર્ગ અકસ્માત નળ્યો હતો.અકસ્માતમાં એકજ પરિવારના 5 સભ્યો સહિત 8 લોકોને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ એઇ વ્યક્તિનું મોત નિપજયુ હોવાનું અને ત્રણ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જોકે અકસ્માત કઈ રીતે સર્જાયો તેની ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.ઘટનનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.