GUJARATMEGHRAJ

મેઘરજ : વધુ એક નવીન રોડ કામમાં વેઠ..? જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો , કોન્ટ્રાકટરે ડામર કામમાં વેઠ ઉતારી, નિદર્શન બોર્ડ પણ ગાયબ..?

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : વધુ એક નવીન રોડ કામમાં વેઠ..? જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો , કોન્ટ્રાકટરે ડામર કામમાં વેઠ ઉતારી, નિદર્શન બોર્ડ પણ ગાયબ..?

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ના કામોની બૂમો ઉઠવા પામી છે. દિવસે ને દિવસે એક એક કરી ભ્રષ્ટાચાર બહાર આવતો હોય તેવો ઘાટ અરવલ્લી જિલ્લામાં છે. જેમા ખાસ કરીને રોડ રસ્તાના કામમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર થતો હોય તેવી બુમો થવા લાગી છે. સરકાર રોડ રસ્તાના કામો માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ તંત્રની મિલીભગત ને કારણે ક્યાંક રસ્તાના કામોમાં વેઠ જોવા મળે છે. તેવું જ એક કામ રોડનુ મેઘરજ તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં કરવામાં આવ્યું જે કામ છેલ્લા 4 વર્ષથી ટલ્લે ચડ્યું હતું અને છેવટે થયું પરંતુ એમાં પણ વેઠ ઉતારી હોય તેવા આક્ષેપો સાથે જાગૃત નાગરિકે રોડ ને લઇ રોષ ઠાલવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે રોડ લેવલીંગ જેવો લાગતો નથી કેમ કે ડામર કામમાં વેઠ લાગે છે હજુ આના પર કામ કરવા આવે તો જ રસ્તો સરખો બની શકે છે બીજી તરફ એ પણ જણાવ્યું હતું કે રસ્તા પર લગાવેલ નિર્દેશનબોર્ડ લગાવવામાં આવે છે દસ જેટલા લગાવાયા પરંતુ કોણ કાઢી લે છે એ સમજાતું નથી…? બીજી તરફ તંત્ર સામે એ પણ સવાલ કર્યો કે બોર્ડ લગાવીને પાછા લઈ જાય છે કે શું..? આમ રસ્તાના કામમાં વેઠ જોતા બિલ પાસ કર્યા હશે કે પછી નહીં એ પણ સવાલ ઊભો છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!