લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ- ધામમાં આર.સી.સી.જનરલ બેઠક હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ- ધામમાં આર.સી.સી.જનરલ બેઠક હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ- ધામમાં આર.સી.સી.જનરલ બેઠક હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રી સધી માતાજીનું રજવાડું-મોરલ ધામમાં માતાજીના દર્શન માત્રથી બધી બીમારીઓ દૂર થતા અને ભક્તોની મનોકામના પૂર્ણ થતા અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઓ વાયુવેગે ગુજરાતભરમાં ફેલાતા શ્રદ્ધાંળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો.અત્યારે દર રવિવારે ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન,પુના, મુંબઈ,નવસારી,સુરત,વડોદરા, અમદાવાદ સહીત ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે.ત્યારે ચોમાસામાં શ્રદ્ધાળુઓને વરસાદથી ભીજાવું ના પડે તેના માટે આજરોજ તા. ૩૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારે પરમ પૂજ્ય ધર્મ રત્ન ભુવાજી સી.એન.પ્રજાપતિની પાવન ઉપસ્થિતિમાં માતા ગીતાબેન પ્રજાપતિ,પિતા નેમાજી હરધનજી પ્રજાપતિના યજમાન પદે શાસ્ત્રી નવીનભાઈ દવે (મોરાલ)ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે થરા સ્ટેટમાજી રાજવી હેતકરણસિંહ વાઘેલા, શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ થરા,ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર વહેપારી એસોસિએશન થરાના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ,ભારૂભાઈ પ્રજાપતિ થરા,કાંતિભાઈ પ્રજાપતિ (જય ભગવન), કલ્યાણભાઈ પ્રજાપતિ ભીલડી, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,પ્રવીણભાઈ પ્રજાપતિ મોરલની ઉપસ્થિતિમાં આર.સી.સી.જનરલ બેઠક હોલ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારે બળવંતભાઈ સુથાર અમદાવાદ,હેતકરણસિંહ વાઘેલા થરા,ગં.સ્વ.ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ થરા,રમેશભાઈ પ્રજાપતિ,વેરશીભાઈ પ્રજાપતિ, સ્વ.વેલાભાઈ પ્રજાપતિ પરિવાર કુંવારવા,કલ્યાણભાઈ પ્રજાપતિ ભીલડી,એ.પી.એમ.સી.થરાના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ, હરેશભાઈ લાલપુર,બળવંતભાઈ ઘરનાળ,લાલાભાઈ કાકરાળા સહીત અનેક શ્રદ્ધાળુઓએ અનુદાન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530