સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ: ૨૦૨૫ તથા “ગુજરાત સ્થાપના દિન” નિમિતે સહકારી સંસ્થાઓ તથા વિવિધ ધાર્મિક સ્થળોએ ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સફાઈ કરાઈ

સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ: ૨૦૨૫ તથા “ગુજરાત સ્થાપના દિન” નિમિતે સહકારી સંસ્થાઓ તથા વિવિધ ધાર્મિક સ્થળોએ ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સફાઈ કરાઈ
**
સાબરકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે તેમજ તા. ૦૧ લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે જિલ્લા રજીસ્ટાર મંડળીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાના સ્વચ્છતા અંગેના કાર્યક્રમમાં અંબિકા માતાજીના મંદિર ખેડબ્રહ્મા ખાતે સાબરડેરીના વાઇસ ચેરમેનશ્રી તેમજ અન્ય સહકારી સંસ્થાના સભ્યો દ્રારા સફાઈ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લામાં આવેલ ટોચની સહકારી સંસ્થાઓ જેવી કે સાબારકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંક, જિલ્લા ખરીદ-વેચાણ સંઘ, જિલ્લાની પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, પ્રાથમિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીઓ, તાલુકા ખરીદ-વેચાણ સંઘો,જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીઓ ધ્વારા વધુમાં પોતાની સંસ્થાઓમાં તેમજ ગ્રામ્ય કક્ષાએ આવેલ ધાર્મિક સ્થળો ખાતે સહકારી મંડળીઓના સભાસદો ધ્વારા સફાઇ કાર્યક્રામમાં જોડાયા હતા.
આ સાથે સહકારી આગેવાનોએ તેમજ સહકારી સંસ્થાના સભાસદો ધ્વારા પોતાની સંસ્થાઓમાં તેમજ ગ્રામ્ય કક્ષાએ આવેલ ધાર્મિક સ્થળો ખાતે સફાઇ કાર્યક્રામમાં હાજરી આપી “સહકાર થી સ્વચ્છતા” ના સંદેશ અંતર્ગત પોતાની મંડળીઓ તથા ધાર્મિક સ્થળોને સાફ રાખવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા




