અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : 2 મહિનામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે અરવલ્લી જીલ્લામાં ૫૭ અને સાબરકાંઠા જીલ્લામાં ૬૧ ખાધ્યચીજના નમુના લઇ પરીક્ષણ માટે મોકલ્યા
તા.૦૧/૦૩/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૦૨૫ ના સમય ગાળામાં સાબરકાંઠા જીલ્લામાં ૬૧ તથા અરવલ્લી જીલ્લામાં ૫૭ ખાધ્યચીજના નમુના લઇ પરીક્ષણ માટે મોકલતું ફુડ એન્ડ ડ્રગ્સ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સાબરકાંઠા તથા અરવલ્લીના ડેઝીગ્નેટેડ ઓફિસર, શ્રી બી.એમ. ગણાવા ધ્વારા જણાવ્યા મુજબ સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાના ફુડ સેફટી ઓફિસરઓ ધ્વારા ફરસાણ, અનાજ, બાસુંદી,બેસન, ખારી, ચોકલેટ,તૈયાર ખોરાક, ખજુર, દુધ, શરબત, ઘી,સીંગતેલ, આઇસ્ક્રીમ,મીઠાઇ,પીકલ,કપાસીયા તેલ, લસ્સી, મેન્ગો જયુસ, મેન્ગો મિલ્ક શેક, બદામ શેક, મઠો, સીસમ ઓઇલ,ચોકલેટ, સોજી, વિગેરેના ૬૧ નમુના લેવામાં આવ્યા તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરી તરફે તપાસ માટે મોક્લેલ નમુનાના પરીણામ આવવાના બાકી પરીણામ આળ્યે થી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એજ પ્રમાણે અરવલ્લી જીલ્લામાં થી ૫૭ નમુના લેવામાં આવ્યા તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરી તરફે તપાસ માટે મોક્લેલ નમુનાના પરીણામ આવવાના બાકી પરીણામ આળ્યે થી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વધુમાં બન્ને જીલ્લામાં તમામ ફુડ સેફટી ઓફિસર તથા સિનિયર ફુડ સેફટી ઓફિસરને ઉનાળાની સીજનને ધ્યાને રાખી દુધ અને દુધની બનાવટ,પેપ્પી કોલા,કેરીનો રસ, ઠંડાપીણા,પેકેઝડ ડીન્કીડ વોટર, બાસુંદી, શ્રીખંડ,બરફના ગોળા, કુલ્ફી,લીબું શરબત, તૈયાર ખોરાક તથા સીજનલ પેરીસેબલ ખાધ્યચીજો પર ચાંપતી નજર રાખી તપાસ કરવા તપાસ દરમિયાન ભેળસેળ વાળી શંકાસ્પદ જણાય તેવી ખાધ્યચીજો ના નમુના લેવા અને જરૂર જણાય તો સ્થળ પર નાશ કરાવી વિગત વાર અહેવાલ કચેરીમાં રજુ કરવા જણાવેલ છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ.ગણાવા જણાવે છે.