નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટમાં મનોદિવ્યાંગજનો માટે યોજાયો નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત સ્થાપના દિવસની નિમિત્તે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી ટ્રસ્ટના કેમ્પસમાં મનોદિવ્યાંગજનો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ આરોગ્ય કેમ્પ દરમિયાન 100થી વધુ મનોદિવ્યાંગજન લાભાર્થીઓએ પોતાનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવ્યું. નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા લાભાર્થીઓના લોહી, બ્લડ પ્રેશર તથા આંખોની (મોટિયા અને પડદા સંબંધિત) વિગતવાર તપાસ કરવામાં આવી. તપાસ બાદ જરૂરી સારવાર, ઉપચાર અને જીવનશૈલી સંબંધિત સલાહો પણ આપવામાં આવી.
તપાસ દરમિયાન જે મનોદિવ્યાંગજનોમાં ડાયાબિટીસ પોઝિટિવ નોંધાયો હતો, તેમને વધુ તપાસ માટે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનની જીવરાજ પાર્ક સ્થિત હોસ્પિટલ ખાતે માત્ર રૂ. 50ના અધિક લઘુતમ દરે સંપૂર્ણ બોડી ચેકઅપ માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.
સહાનુભૂતિપૂર્ણ સહયોગ અને વ્યાવસાયિક સેવાઓ સાથે યોજાયેલા આ આરોગ્ય કેમ્પથી લાભાર્થીઓમાં જાગૃતિ અને આરોગ્ય પ્રત્યેની જાળવણીનું મહત્વ ઊંડું નોંધાયું હતું. આયોજકો દ્વારા આ પ્રકારના વધુ કેમ્પોની આવશ્યકતા જણાવવામાં આવી છે જેથી સમાજના તમામ વર્ગ સુધી આરોગ્ય સેવા સરળતાથી પહોંચી શકે.






