GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારીના ટાટા હોલથી લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલી યોજી યોગ અને પ્રાણાયામ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ટાટા હોલથી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ,લુન્સીકુઇ સુધી યોગ બાઇક રેલીનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.
આ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શીશપાલ, નવસારી યોગબોર્ડ કોચ ગાયત્રીબેન તલાટી સહિત વિવિધ યોગ ટ્રેનરો, યોગ કોચ સહિત જાગૃત નાગરિકોએ બાઈક રેલીમા ભાગ લઈ યોગ અને પ્રાણાયામ અંગે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો.





