Rajkot: રાજકોટમાં સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરતું વિજ્ઞાન જાથા

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આશીર્વાદરૂપ… આસી. પો. કમિ. પઠાણ
સાંઈનાથ હોસ્પીટલના બંને ડોકટરોનું વિજ્ઞાન જાથાએ બહુમાન કર્યું. જીવનનગર વિકાસ સમિતિના કાર્યો સમાજલશી… જયંત પંડયા
દેશભરમાં અંધશ્રહા સામે ફિલ્ડ ઉપર કામ કરતી એકમાત્ર સંસ્થા જાયા,
Rajkot: ભારત જન વિજ્ઞાન જાથા રાજય કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર મહાદેવધામમાં સાંઈનાથ હોસ્પીટલ, હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ, પારૂલ યુનિવર્સિટી વડોદરાના સૌજન્યથી વિવિધ રોગોના તજજ્ઞ ડોકટર ટીમ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૩૦ દર્દીઓએ ભાગ લીધો હતો. તમામને મેડિકલ રિપોર્ટ સાથે ૧૫ દિવસની દવાઓ આપવામાં આવી હતી. તે માટે મેડિકલ કોલેજના સહાયક પ્રોફે. ડૉ. નિરવ ગણાત્રા, ડૉ. રીંકલ અધ્વર્યુનું બહુમાન કરવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસ હેડ કવાર્ટરના આસી. પોલીસ કમિશ્નર એમ. આઈ. પઠાણે, ડૉ. નિરવ ગણાત્રા અને ડૉ. રીંકલ અધ્વર્યુનું સન્માન કરતાં જણાવ્યું કે ભારતમાં જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થાય છે. એક પ્રકારની માનવધર્મ, રાષ્ટ્રધર્મ ફરજની વ્યાખ્યામાં આવે છે. વિવિધ રોગોમાં પીડિત લોકોને માર્ગદર્શન સાથે મેડિકલ ચેકઅપ, દવાઓ આપવી મોટું ઉદાહરણ છે. પોલીસ પરિવારો માટે જુદા જુદા આયોજનોની રૂપરેખા આપી હતી. પોલીસ કર્મીઓને સમયાંતરે મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો બોલાવીને સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાના કાર્યોને હંમેશા બિરદાવું છું.
સહાયક પ્રોફે. ડૉ. નિરવ ગણાત્રા અને ડૉ. રિંકલ અધ્વર્યુએ સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે હોમિયોપેથીક સારવાર સાથે મેડિકલ રિપોર્ટ, હોસ્પિટલની આરોગ્ય જાગૃતિ પ્રવૃતિઓની ઝલક આપી હતી. તેમણે હોસ્પિટલ દ્વારા નિમ્નવર્ગીય લોકો સુધી ગુણવત્તાવાળી આરોગ્ય સેવા પહોંચાડવાના પ્રયત્નો અને સમાજના સર્વાંગી વિકાસ માટે હોમિયોપેથીકના સમન્વિત અભિગમ અંગે વિગતવાર રજૂઆત કરી ઉપયોગીતાની વાત કરી હતી. આ તકે તેમણે પારૂલ યુનિ. ના કેમ્પસ ડાયરેકટર ડૉ. બી. પી. પંડા, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિતાર્થ મહેતા દ્વારા બહુધા સમાજના લોકો લાભ મેળવે તેનો ચિતાર આપ્યો હતો.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ બંને ડોકટરની ઉત્તમ સેવા માટે બહુમાન કરવામાં આવ્યું તેની માહિતી આપી હતી. મેડિકલ કેમ્પની ટીમની કામગીરીની સમીક્ષા કરી હતી. જાથા માનવધર્મ, રાષ્ટ્રધર્મને વરેલી સંસ્થા છે. દેશભરમાં અંધશ્રધ્ધા સામે ફિલ્ડ ઉપર કામ કરતી એકમાત્ર સંસ્થા જાથા છે. જાયાની કામગીરીને દેશના સીમાડા નડતા નથી. યોગ્ય સમયે કદર કરવી તે સમાજની ફરજ બને છે તેના ભાગરૂપે સન્માનપત્ર-મોમેન્ટો આપવામાં આવ્યા હતા




