GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં કેસર બાગ ખાતે દરરોજ નિશુલ્ક યોગ ક્લાસીસ યોજાશે

MORBI:મોરબીમાં કેસર બાગ ખાતે દરરોજ નિશુલ્ક યોગ ક્લાસીસ યોજાશે
૧લી મે ગુજરાત સ્થાપના દિને યોગ ક્લાસીસનો શુભારંભ કરાયો; યોગ ક્લાસીસનો લાભ લેવા શહેરીજનોને મહાનગરપાલિકાની અપીલ
મોરબીમાં મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીવાસીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દરરોજ સવારે ૦૭:૩૦ થી ૦૮:૩૦ દરમિયાન કેસરબાગ ખાતે યોગ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ ક્લાસીસનું ૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શુભારંભ કરવામાં આવ્યો છે.
યોગ ક્લાસીસ મોરબીવાસીઓને વિનામૂલ્ય યોગનો અભ્યાસ થાય અને તેઓ યોગને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે તેવા શુભ આશય સાથે ચાલુ કરવામાં આવ્યા છે. મોરબી શહેરના તમામ નગરજનોએ પોતાના શ્રેષ્ઠ શારીરિક અને માનસિક આરોગ્ય માટે બહોળા પ્રમાણમાં આ સુવિધાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.







