જમીન માફિયાઓ કરી રહ્યા છે બિલ્ડરો પર હુમલો
કબજો કરવા ભાડૂતી ગુંડાઓ દ્વારા બોડકદેવમાં રહેતા બિલ્ડરોને કડીમાં તેમના જ પ્લોટ પર ગુંડાઓ એ માર્યા.*
રેઇકી કરી ને બિલ્ડરો પહોંચે તે પહેલાં જ આ લુખ્ખા તત્વો પ્લોટ પર લાકડીઓ અને ધારીયાઓ સાથે તૈયાર હતા અને બિલ્ડરો ત્યાં પહોંચતા જ હુમલો કર્યો હતો.
અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં રહેતા મનન પટેલ અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલ અને અમિત શાહ કોર્ટ કમિશન સાથે તેમના કડી ખાતે આવેલા વેકરા ગામે પંચનામું કરવા ગયા હતા ત્યારે જ જે આરોપી કે જેના પર આ પ્રકારના કેસ અગાઉ પણ નોંધાયેલા છે તેવા મેહુલ રઘુનાથ રબારીએ તેમના ૧૫ થી વધુ ગુંડાઓ દ્વારા છરી, ધારીયા અને લાકડીઓ થી હુમલાઓ કરાવ્યા હતા.
કોર્ટ કમિશન અને નજીકના બાવલું પોલીસ સ્ટેશન ના પોલીસ ની હાજરી હોવા છતાં આ લુખ્ખા તત્વોએ બિલ્ડરો ને માર માર્યો હતો.
હવે આ પ્રકારની ઘટનાઓના પગલે અમદાવાદના બિલ્ડરો તથા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ ભય નો માહોલ છે.
પોલીસ સ્ટેશનના પી. આઈ. પરમાર પણ આ ઘટના પછી રજા પર ઉતરી ગયાના સમાચાર મળી રહ્યા છે અને કડી પોલીસ દ્વારા ચાર્જ સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પણ આ વિષયમાં કોઈ કામગીરી હજુ સુધી થઈ નથી.
આ પ્રકારના રીઢા ગુનેગારો કુલ ૧૫ થી વધુ આરોપીઓ હતા જેમાંથી ફક્ત ૭ ગુનેગારોને પકડવામાં આવ્યા છે બાકીના હજી ફરાર છે.
સમાચાર એવા પણ મળી રહ્યા છે કે પોલીસની પણ આ કેસમાં કંઈક સાંઠગાંઠ હોય કારણ કે ફક્ત દેખાડા પૂરતા લોકોને પકડવામાં આવ્યા છે અને આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મહેમાન ની જેમ સાચવવામાં આવી રહ્યા છે.
બિલ્ડરોને લોહી લુહાણ કરી ને આ ટોળકી હવે આરામથી ફરાર થઈને ફરી રહી છે જેથી આ વિષયમાં કામગીરી કરવા અને નક્કર પગલાં લેવા ગૃહમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી રહી છે.