
કેશોદના તોરણીયા હનુમાનજી મંદિર પાસે મોટરસાયકલ લઈને જતાં શ્રમિક ને પુરપાટ ઝડપે જતાં ડમ્પર ચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં આધેડનું મોત નીપજ્યું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ બડોદર ફાગળી રોડ પર પાતાળ કુવા પાસેથી મોટરસાયકલ લઈને જતાં હતાં ત્યારે તોરણીયા હનુમાનજી મંદિર પાસે ડમ્પર ચાલકે અડફેટે લેતાં મગનભાઈ ગોવિંદભાઈ ઠાકોર મૂળ પાવાગઢ વિસ્તારના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં અને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક ઘટનાસ્થળે ડમ્પર મુકી નાસી છુટયો હતો કેશોદ વિસ્તારમાં બરડીયા અને સીંગદાણા ના કારખાનામાં મજુરી કામ માટે દક્ષિણ ગુજરાત અને પરપ્રાંતીય શ્રમિકો હજારોની સંખ્યામાં કામે આવે છે છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





