GUJARATKARJANVADODARA

ચિન્મય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો.

કરજણ ખાતે ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાતી માધ્યમ બંધ કરવાની અટકળો વચ્ચે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

નરેશપરમાર. કરજણ,

ચિન્મય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો.

કરજણ ખાતે ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાતી માધ્યમ બંધ કરવાની અટકળો વચ્ચે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

કરજણ અણસ્તુ રોડ ઉપર ચિાય ઈન્ટર નેશનલ સ્કૂલમાં ગુજરાતી અને ઈગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે. જેમાં એકાએક ગુજરાતી મીડિયમ બંધ કરવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા ઘરે જાણ કરાઈ હતી. એલ.સી. લઈ જવાનું જણાવેલ કતું. જેને લઈ વાલીઓ ચિંતામાં મુકાયા હતા. કેટલાય ચિંતાતુર વાલીઓ બાળકના ભવિષ્યને લઈને બાળકોની એલ.સી લઈને નથી સ્કૂલોમાં એડમિશન માટે તજવીજ હાથ ધરાઈ હતી. બાળકોને ભણતરના ભવિષ્ય માટે વાલીઓ અન્ય સ્કૂલમાં દોડધામ કરતા હતા. સ્કુલ સંચાલક દ્વારા અચાનક વાલીઓને જાણ વગર ગુજરાતી મીડિયમ બંધ કરવાની વાતને લઈ જાગૃત વાલીઓએ જિલ્લા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરતા જાણવા મળ્યું હતું કે, સ્કૂલ દ્વારા ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે અમારી પાસે કોઈજ અરજી આવી નથી. જેને લઈ સ્કૂલની પોલ છતી થવા પામી હતી. એનો મતલબ એ થાય છે કે, સ્કૂલ સંચાલકને જ્યારે વિદ્યાર્થીઓની જરૂર હતી. ત્યારે એડમિશન માટે દોડા દોડ કરતા હતા. જ્યારે પોતાનો એડમિશનનો સ્વાર્થ પૂરો થયા બાદ પોતાના આર્થિક સ્વાર્થ માટે ગુજરાતી મીડિયમ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો હોવો જોઈએ તેવી લોકચર્ચા છે. જેને લઈ આજરોજ વાલીઓ અને એ.બી.વી.પીના કાર્યકરો સ્કૂલ ખાતે પહોંચી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈ સ્કૂલ સંચાલકને આ વિશે પૂછતા તેમણે ગોળગોળ જવાબ આવ્યો હતો. જેથી વાલીઓ રોશે ભરાયા હતા કે, ૪૦૦થી વધુ વિદ્યાર્થીના ભવિષ્યનું શું થાય? સંચાલકોએ જણાવ્યું હતું કે, ગુજરાતી મીડિયમ ચાલુ જ છે. અમે ક્યાં બંધ કરવા કહ્યું હતું. વાલીઓ જાતે જ તેઓના બાળકની LC લઈ ગયા છે. તો, આટલા બધા વિદ્યાર્થીની LC ગણતરીના જ દિવસોમાં લઈ જાય તો સંચાલક શું અજાણ હશે? સંચાલક દ્વારા ગુજરાતી મીડિયમ બંધ કરવાની જાણ કરી હોય તો, જ વાલી ઓ દ્વારા શાળા છોડયાના દાખલા કાઢવામાં આવે તેમ છે. જ્યારે વાલીઓએ સ્કૂલ ચાલુ રાખવા અંગે લેખિત બાંહેધરી માગતાં સંચાલકે ના પાડતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓ અને ABVPના કાર્યકરો સ્કૂલ ખાતે ધરણાં ઉપર ઓફિસમાં બેસી ગયા હતા. જ્યારે સંચાલક વાલીઓ અને જાગૃત કાર્યકરોને પ્રશ્નનો જવાબ આપવા માટે પરસેવો છૂટી ગયો હતો

Back to top button
error: Content is protected !!