PANCHMAHALSHEHERA

બાગાયત ખાતાના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માંગતા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો જોગ

તા.૩૧ મી મે સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ જેવી કે વેલાવાળા શાકભાજીના પાકા, અર્ધપાકા અને કાચા મંડપ,પાણીના ટાંકા,ટુલ્સ ઈકવીપમેન્ટ, પેકીંગ મટીરીયલ્સ, સરગવાની ખેતી, ટીસ્યુકલ્ચર કેળ, પપૈયા, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમા સહાય,બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, ખેતર પરના શોટીંગ ગ્રેડીંગ પેકિંગ એકમ ઉભા કરવા, આબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુના જુના બગીચાનું નવ સર્જન, ઔષધિય સુઘંધિત પાકોના વાવેતર, કમલમ (ડ્રેગન ફુટનું) વાવેતર, ક્રોપ કવર શાકભાજી પાકો માટે. ક્રોપ કવર/બેગ (કેળ-પપૈયા પાક માટે), કેળ (ટીસ્યુ) ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે, ટીસ્યુ કલ્ચર ખારેની ખેતીમાં સહાય, દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, નારીયેળી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે, પ્લગ નર્સરી (વંનબંધુ), પોલીહાઉસ /નેટ હાઉસ/ સોઇલેસ કલ્ચર માટે સહાય, ફૂટ કવર (આંબ, દાડમ, જામફળ અને કમલમ પાક માટે ) ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમા (વંનબંધુ), વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પન થયેલ પ્લાંટીંગ મટીરીયલમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી,સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, મહિલા તાલીમ (વૃતિકા સહાય), કાપણીના સાધનો,પ્રોસેસીગના સાધનો, બાગાયતી મુલ્ય વર્ધન એકમો ઉભા કરવા, ઔષધિય અને સુગંધિત પાકોના ડેસ્ટીલેશન યુનિટ, ઘનીષ્ટ ખેતીથી વાવેલ ફળ પાકો, મૈન્ટેનસ અને ઓઇલપામના આંતરપાક માટે ઇનપુટ ખર્ચ, બાગાયતી પાકોના કલસ્ટરોની કાપણી પછીની વ્યવસ્થા/સુવિધા ઉભી કરવી, તથા અન્ય ઘટકોનો ખેડૂતો લાભ મેળવી શકે તે માટે તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઉકત યોજનાઓમાં સહાય/લાભ મેળવવા માંગતા ખેડુતોએ ગ્રામ પંચાયત ખાતેના ઇ-ગ્રામ સેન્ટર પર વી.સી.ઇ મારફત અથવા ઇન્ટરનેટના માધ્યમ ધ્વારા નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન નોંધણી કર્યા બાદજ અરજી કરવાની રહેશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી, અરજી કન્ફર્મ કરી, અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસેજ રાખવાની રહેશે, જેની નકલ મંજુરી મળ્યા બાદ, કલેઇમ સબમીટ કરતી વખતે સહિ કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની ગોધરા સ્થિત સેવા સદન-૨, બીજો માળ રૂમ નં-૯-૧૨ માં આવેલ નાયબ બાગાયત નિયામક-પંચમહાલની કચેરી ખાતે રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામક દ્વારા એક યાદીમાં જણાવાયું છે. વધુ જાણકારી માટે કચેરીના ફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!