GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
WANKANER:વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અને ઈંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી દરખાસ્ત મંજુર થતા પાસા વોરંટ બજવણી કરતા ઈસમને ઝડપી લઈને મધ્યસ્થ જેલ ભાવનગર હવાલે કરવામાં આવ્યો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અને અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલ ઇસમ અમીર ઉર્ફે કાળું અબ્દુલ મોગલ (ઉ.વ.૪૨) વાળા વિરુદ્ધ પાસા વોરંટ મંજુર થતા વાંકાનેર સીટી પોલીસ ટીમ તપાસમાં હોય દરમિયાન ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસેથી અમીર મોગલ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી પાસા વોરંટ બજવણી કરી મધ્યસ્થ જેલ ભાવનગર મોકલવામાં આવ્યો છે