
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન , કડીના સંયુક્ત ઉપક્રમે તારીખ 28/04/2024 થી 3/05/2025 સુધી ‘Educational Research & NEP-2020 with Special reference to Teacher Education’ વિષય પર Faculty Development Program નુ આયોજન કરવામાં આવ્યું . જેમાં બંને કોલેજના અધ્યાપકો એ પોતાની તજજ્ઞતાનો લાભ આપી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો. આ કાયૅક્રમમા કોલેજના તમામ અધ્યાપક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના આચાર્યશ્રી ડૉ.ભાવિક એમ.શાહ સાહેબે દરેક વિષય અંતર્ગત ઊંડાણપૂર્વક ચર્ચા કરી પોતાની તજજ્ઞતાનો લાભ તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનુ સંકલન ડો.નીતા ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.




