કાંકરેજ તાલુકાના વરસડા ખાતે શ્રી ચામુંડા દેવી એવમ શ્રી મેલડી દેવી નો ૩૦ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..
કાંકરેજ તાલુકાના વરસડા ખાતે શ્રી ચામુંડા દેવી એવમ શ્રી મેલડી દેવી નો ૩૦ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..

કાંકરેજ તાલુકાના વરસડા ખાતે શ્રી ચામુંડા દેવી એવમ શ્રી મેલડી દેવી નો ૩૦ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..
કાંકરેજ તાલુકાના વરસડા ખાતે વિરાણી પરિવાર પ્રજાપતિ સમાજના વરસડા,રાજપુર,ઉણ, ઊંડાઈ, કડી,માંડવી તથા ચચાસણા ખાતે વસતા પરિવાર દ્વારા શ્રી ચામુંડા દેવી એવમ શ્રી મેલડી દેવી નો ૩૦ મો પાટોત્સવ ની ઉજવણી કરાઈ.૩૦ માં પાટોત્સવ નિમિત્તે આજરોજ સંવત ૨૦૮૧ ના વૈશાખસુદ-૭ ને રવિવાર તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૮ થી સાંજે ૪. ૩૦ કલાક સુધી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી જયંતીભાઈ સહિત ના ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે શ્રી ચામુંડા માતાજીના યજ્ઞના મુખ્ય યજમાન વેલાભાઈ પ્રજાપતિ રાજપુર,સહ યજમાન રમેશભાઈ રાજપુર,રસિકભાઈ રાજપુર,અમરતભાઈ રાજપુર, જોઈતાભાઈ રાજપુર,શ્રી મેલડી માતાજીના યજ્ઞના મુખ્ય યજમાન ચમનભાઈ પ્રજાપતિ ઉણ,સહ યજમાન કરશનભાઈ ઉણ, પાંચાભાઈ રાજપુર, સવાભાઈ રાજપુર,સંજયભાઈ રાજપુર, પસાભાઈ ઉણ ના યજમાનપદે સંતશ્રી સોહમ ભગતની પાવન નિશ્રામાં વિરાણી પરિવારના બારોટ દિનેશભાઈ કોટડા,શ્રી મેલડી માતાજીના ભુવાજી અમરતભાઈ પ્રજાપતિ વરસડા ની ઉપસ્થિતિમા યજ્ઞ યોજાયો હતો.આ પાવન અવસરે ભોજન પ્રસાદ સ્વ.રેવાભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ પરિવાર રાજપુર તથા સ્વ.નથુભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ પરિવાર રાજપુર દ્વારા આપવામાં આવ્યો જયારે શંકરભાઈ પ્રજાપતિ પરિવાર વરસડા,સ્વ. ડાહ્યાભાઈ પ્રજાપતિ પરિવર ઉણ,સ્વ.કેશાભાઈ પ્રજાપતિ પરિવાર તરફથી કુંવાસીઓને ભેટ આપવામાં આવી અને ફુલહાર નિવૃત આચાર્ય શીવાભાઈ પ્રજાપતિ દીઓદર તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો. ત્યારે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,ભાજપ અગ્રણી કિશોરભાઈ પ્રજાપતિ,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, અક્ષરજ્ઞાન વિદ્યા મંદિર તાણાના પ્રમુખ પ્રકાશકુમાર પ્રજાપતિ, હરગોવનભાઈ પ્રજાપતિ કડી, હરેશભાઈ પ્રજાપતિ સુરત સહીત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530



