AHAVADANG

ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા દ્વારા હાટ બજારમાં પ્રચાર સાહિત્યનું વિતરણ કર્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ  દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણ લક્ષી યોજનાઓ ની વિગતો સાથે દર મહિને ગુજરાત પાક્ષિક/રોજગાર સમાચાર તેમજ અન્ય સરકારી યોજનાકિય પુસ્તિકા ઓ પ્રકાશિત કરવામાં આવે છે.

ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણ લક્ષી યોજનાઓ ની જાણકારી જન જન સુધી પહોંચાડવા ના આશય સાથે, ડાંગ જિલ્લા માહિતી કચેરી આહવા દ્વારા આજ રોજ ધવલીદોડ અને લવચાલી હાટ બજારમાં વિનામૂલ્યે લોકોને પ્રચાર સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહિં લોકોએ પણ પ્રકાશનો મેળવવા અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!