
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ: મોડાસા સહયોગ ચોકડી પાસે રસ્તા પર પાણીમાં કાર ફસાતા, ક્રેન વડે કાર બહાર કઢાઈ
અરવલ્લી જિલ્લાની અંદર ગત રાત્રિએ વરસેલા વરસાદ તેમજ ભારે પવનને કારણે મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો હતો જેમાં કેટલાક વિસ્તારમાં પવન ને કારણે ઝાડ ધરાશાય થયા તો કેટલાક વિસ્તારમ વાવાઝોડા એ તબાહી મચાવી હતી. મોડાસા વિસ્તારમાં સહયોગ ચોકડી પાસે વરસાદ પાણી રસ્તા પર ભરાયા હતા. ત્યાં પસાર થતી કાર રસ્તા પર ભરાયેલ પાણીમાં ફસાઈ હતી અને અંતે કારને બહાર કાઢવા માટે ક્રેન ની મદદ લેવામાં આવી હતી ભારે જહેમત પછી કાર પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી





