BHARUCHNETRANG

ભરૂચ જિલ્લામાં વેકેશન દરમ્યાન સમર કેમ્પનું આયોજન “બચ્ચોકી પાઠશાળા” જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની એક નવતર પહેલ

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભરૂચ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે. વેકેશન દરમ્યાન બાળકોની શાળા સાથેનો લગાવ છુટી ના જાય તે હેતુ ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક રીતે વેકેશન દરમ્યાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

 

જેમાં “બચ્ચોકી પાઠશાળા” શીર્ષક હેઠળ સરકારી શાળામાં બાળકોને શાળાના નોડલ શિક્ષક દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમાં બાળકોને દેશી રમતો, કોયડા, ઉખાણાં, રમત ગમત, ક્વિઝ, આર્ટ અને ક્રાફટ, સંગીતના સાધનોની મદદથી અભિનય ગીત, કવિતા ગાન વગેરે કરવવામાં આવે છે. શાળાના તથા SMC ના સભ્યો (શાળા વ્યવસ્થાપન સમિતિ) દ્વારા બાળકોને ઈનામ અને અલ્પાહાર ની વ્યવસ્થા પણ લોક ફાળાથી કરવામાં આવે છે.

 

“બચ્ચોકી પાઠશાળા” કાર્યક્ર્મ (સમર કેમ્પ 2025) માં ૩૭૫ જેટલી શાળાઓ, ૨૫૦૦૦ થી વધુ બાળકો ૪૦૦ થી વધુ નોડલ શિક્ષકો આ કાર્યક્રમ માં જોડ્યા છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ દ્વારા જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!