MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર ગામના વિઘાર્થીઓનું HSC બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ

TANKARA:ટંકારાના વિરપર ગામના વિઘાર્થીઓનું HSC બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ

 

 

ગયકાલે સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ , અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

જેમા મોરબીના વિરપર ગામના ચાર વિધાર્થીઓએ ઝળહળતુ પરિણામ હાંસલ કરેલ છે જેમાં ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એલીટ સ્કૂલની વિદ્યાર્થીની લીખીયા ઋત્વિ ચંદ્રકાંતભાઈએ 99.13 PR A1‌ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જ્યારે હળવદની તક્ષશિલા વિદ્યાલયની વિદ્યાર્થીની સિણોજીયા નિધી જયસુખભાઇ એ ધો-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગ્રેડ -A1 પ્રાપ્ત કરેલ છે. તેમજ મોરબીની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થી રાજપરા નેહલ અરવિંદભાઈ એ ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 99.94PR મેળવી ગ્રેડ-A1 પ્રાપ્ત કરેલ છે. અને મોરબીની કન્યા છાત્રાલયની વિદ્યાર્થી ચાવડા ઉર્વશીબેન દિનેશભાઇએ ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહમાં 98.43 PRસાથે ગ્રેડ- A1 મેળવેલ છે જેથી ઉચ્ચ પરિણામ મેળવી ઉતીર્ણ થવા બદલ વિદ્યાર્થીઓને સમસ્ત વિરપર ગામ તેમજ વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા તથા વાત્સલ્યમ્ સમાચાર ટીમ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!