નવસારી જિલ્લા તંત્ર એલર્ડ મોડમાં:મહાનગરપાલિકા ખાતે ૫ લોકો ઘવાયા:૩૭૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા..
*નવસારી જિલ્લા ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ: 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત નવસારી મહાનગરપાલિકા ખાતે મોકડ્રિલનો પ્રથમ તબક્કો પૂર્ણ*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના મહાનગરપાલિકા, ગણદેવી અને બીલીમોરા નગરપાલિકા ખાતે હવાઇ હુમલો થયો હતો. બપોરે ચાર વાગ્યાના અરસામાં જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત મહાનગરપાલિકા મકાન ઉપર હવાઈ હુમલો (એર રેડ) થવાના કારણે કોલાપ્સ થયા અંગે જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે નવસારી જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.
જિલ્લાના મહાનગરપાલિકાના મકાન ઉપર એર રેડ/હવાઈ હુમલો અંગે જાણકારી મળતા સમગ્ર નવસારી જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પોલીસ અધિક્ષકશ્રી સુશિલકુમાર અગ્રવાલ, મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.

નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે નવસારી જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં “ઓપરેશન અભ્યાસ” મોકડ્રિલ યોજાઇ હતી. “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૭.૩૦થી ૦૮ કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવામાં આવશે. તથા સાંજે ૮ કલાકે સાઇરન ૦૨ મિનિટ સુધી એક સરખી તીવ્રતા થી વાગાડી હવાઈ હુમલોની મોકડ્રીલ પૂર્ણ થવાના સંકેત આપવામાં આવશે.




