GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૧.૨૪ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

તા.૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેની બેઠક કલેક્ટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે કુલ રૂ. ૫૧,૨૪,૨૪૩ના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જે પૈકી જેતપુર તાલુકાના રૂ. ૧,૨૪,૬૧૦ના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આથી, આગામી દિવસોમાં આરબટીંબડી ગામમાં રૂ. ૩૭,૧૩૦ના ખર્ચે હયાત કુવા પર થ્રી ફેઇઝ કનેક્શન અને પાંચપીપળા ગામમાં રૂ. ૮૭,૪૮૦ના ખર્ચે હયાત સંપ પર પમ્પિંગ મશીનરીની કામગીરી થશે, તેમ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની યાદીમાં જણાવાયું છે.



