
તા.૦૭.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અને ગરબાડા તાલુકાના 20 બાલિકા પંચાયતના ગામમાં SSE INDIA દ્વારા આયોજીત અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝિટ કરવામાં આવી
દાહોદ અને ગરબાડા તાલુકાના 20 બાલિકા પંચાયતના ગામમાં SSE INDIA દ્વારા આયોજીત અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમ્યાન બાલિકાઓને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામા આવી.જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંજલીબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં અપાતી સેવાઓની(હિંસાથી પીડિત મહિલા, ઘર માંથી તરછોડાયેલી મહિલા વગેરે) માહિતી આપવામાં આવી હતી.મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર સ્પેશ્યિયાલિસ્ટ પઠાણબેન અને શીતલબેન દ્વારા બાલિકા પંચાયતની કામગીરી શી હોય તે વિશે સમજાવવામાં આવ્યું હતું.24 જાન્યુઆરી બાલિકા દિવસ વિશે બાલિકાઓ નાની ઉંમરમાં જ પોતાના પ્રશ્નો જાતે હલ કરે અને પોતાના માટે લડતી થાય, સરપંચની ભૂમિકા ભજવી ગામની સાથે રહેતી કિશોરીઓના પ્રશ્નો હલ કરે તેમજ નાનપણથી જ પોતાનું અસરકારક નેતૃત્વ વિકાસ કરે અને મહિલા શક્તિકારણ વગેરે વિશે તેમજ વ્હાલી દીકરી યોજના અને વિધવા સહાયની વાત કરવામાં આવી હતી.મિશન કોર્ડિંનેટર અશ્વિનભાઇ દ્વારા બાળ લગ્ન, બાળ મજૂરી, ડ્રોપ આઉટ થવાના કારણો વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બાલિકા પંચાયતની કામગીરીની માર્ગદર્શિકા અને વિવિધ યોજનાઓ તેમજ કાયદાઓની માહિતી પુસ્તિકા આપવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને 181 મહિલા અભયમ હેલ્પલાઇન સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં PBSC કાઉન્સેલર સીમાબેન દ્વારા PBSC મા કેવા કેસ લેવામાં આવે છે?, કઈ કઈ સહાય આપવામાં આવે છે?તેની માહિતી આપવામાં આવી હતી એ સાથે કિશોરીઓને ટાઉન પોલીસ સ્ટેશન બતાવવામાં આવ્યું હતું. અને પોલીસ સ્ટેશનમા કેવા કેવા પ્રકારના હથિયારો હોય તે બતાવવામા આવ્યું હતું. તેમજ રૂલર પોલીસ સ્ટેશન અને ટાઉન પોલીસ સ્ટેશનમા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કેસ ક્યાં નોંધવામાં આવે છે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તેની માહિતી આપી હતી.181 મહિલા હેલ્પલાઇન નંબર દ્વારા કેવા કેસમા સહાય મળે, આ નંબરનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી 181 મહિલા હેલ્પલાઇન નંબરના કાઉન્સેલર કિંજલબેન દ્વારા આપવામાં આવી હતી





