
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની દાવલી હાઈસ્કુલનું SSC માર્ચ 2025નું 100 ટકા પરિણામ*
શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત ભારતીય વિદ્યા મંદિર દાવલી શાળા ધોરણ 10નું સતત ઉત્કૃષ્ટ પરિણામ આપે છે… વર્ષ 2025 ના ધોરણ 10 બોર્ડ પરિણામમાં શાળાએ સો ટકા પરિણામ હાંસલ કરીને અંતરિયાળ વિસ્તારમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.
શાળાની વિદ્યાર્થીની સુતરીયા રાજલ એ 95.64 પર્સન્ટાઈલ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જ્યારે સુતરીયા જાસ્મીને 95.49 પર્સન્ટાઈલ સાથે દ્વિતીય નંબર અને પ્રણામી હેમલે 95.03 પર્સન્ટાઈલ સાથે તૃતીય નંબર મેળવી શાળા અને વિસ્તારને ગૌરવ અપાવ્યુ છે.
આ સફળતા પ્રાપ્ત કરવા બદલ શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી તથા સી.આર.સી સરડોઈ તથા ગ્રામજનો,અને વાલીઓએ વિદ્યાર્થીઓ અને શાળાને અભિનંદન પાઠવ્યા હતા વિદ્યાર્થીઓની સફળતા પાછળ શાળાના આચાર્ય નરેશ પ્રજાપતિ અને સમર્પિત શિક્ષક ગણ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.આ તકે આચાર્ય તથા શાળા પરિવારે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.ભારતીય વિદ્યામંદિર દાવલી શાળા આજે સમગ્ર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બની રહી છે ત્યારે સૌ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી…





