TANKARA:ટંકારાના મીતાણા ગામ નજીકથી બલેનો કાર અને રોકડ રૂપિયાની ચોરી કરનાર ચોરને મોરબી એલસીબી ટીમ ઝડપી લીધો

TANKARA:ટંકારાના મીતાણા ગામ નજીકથી બલેનો કાર અને રોકડ રૂપિયાની ચોરી કરનાર ચોરને મોરબી એલસીબી ટીમ ઝડપી લીધો
ટંકારાના મીતાણા ગામે નજીક પેટ્રોલપંપના ખુલ્લા પાર્કિંગમાંથી બલેનો કાર અને રોકડ તેમજ મોબાઈલની ચોરી કરનાર રીઢા ગુનેગારને એલસીબી ટીમે ઝડપી લઈને કાર અને રોકડ સહીત ૬.૩૫ લાખનો મુદામાલ રીકવર કર્યો છે ઝડપાયેલ રાજસ્થાની ઇસમ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે આરોપી વિરુદ્ધ રાજસ્થાનના વિવિધ પોલીસ મથકમાં ૨૫ ગુના નોંધાઈ ચુક્યા છે
ગત તા. ૨૨ એપ્રિલના રોજ મીતાણા નજીક પેટ્રોલપંપના પાર્કિંગમાંથી બલેનો કાર જીજે ૩૬ એએફ ૭૨૬૧ વાળી તેમજ રોકડ રૂ ૨૫ હજાર અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ થેલો સહીત કુલ રૂ ૬.૨૫ લાખની ચોરી થઇ હતી જે અંગે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી જે ચોરી કરનાર રાજસ્થાનનો વતની હોવાનું અને બલેનો કાર સાથે રાજસ્થાનના રાજસમદ જીલ્લાના ભીમ ખાતે હોવાની બાતમી મળતા ટીમે રાજસ્થાન રેડ કરી આરોપી વિજયસિંહ રામસિંહ રાવત (ઉ.વ.૨૪) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો આરોપી પાસેથી ચોરી થયેલ બલેનો કાર કીમત રૂ ૬ લાખ, રોકડ રૂ ૨૫ હજાર અને બે મોબાઈલ કીમત રૂ ૧૦,૫૦૦ મળીને કુલ રૂ ૬,૩૫,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જે આરોપી વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં ચોરી સહિતના ૨૫ ગુના નોંધાઈ ચુક્યા છે આરોપી અફીણ બંધાણી હતો અને કોઈ કામધંધો કરતો ના હતો જેથી આરોપી રાજસ્થાનના વિવિધ વિસ્તારમાં ચોરી કરતો હતો અને ગુજરાતના હિમતનગર, ટંકારા ખાતેથી વાહનોની ચોરીના ગુના આચરી નંબર પ્લેટ કાઢી રાજસ્થાનમાં એનડીપીએસનો ધંધો કરતા બુટલેગરોને સસ્તા ભાવે ગાડીઓ વેચી નાખી રૂપિયાથી પોતાની મોજશોખ અને વ્યસન પાછળ ખર્ચ કરતો હોવાની કબુલાત આપી છે







