
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ભરઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદની સિઝન પુરબહારમાં ખીલી ઉઠી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે.જેમાં શુક્રવારે મોડી સાંજે સુબીર તાલુકાનાં ગારખડી અને કમદયાઆવન વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીનાં કોતરડા ગાંડાતૂર બન્યા હતા.અચાનક પડેલા ભારે વરસાદના કારણે કોતરોમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયુ હતુ.અને આ ધસમસતુ વહેણ ગારખડી ગામનાં કોઝવે ઉપરથી જતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ગારખડી વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદનાં પગલે સ્થાનિક લોકોમાં થોડી ચિંતા જોવા મળી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.ગારખડી વિસ્તારમાં ધોધમાર વરસાદનાં પગલે લોકોને ખરેખર ચોમાસાની ઋતુનો અનુભવ થયો હતો..

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



