BAYADGUJARAT

બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આર્મી રાહત કોષમાં એક મહિનાનો પગાર આપી રાષ્ટ્ર ભાવના નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

કિરીટ પટેલ બાયડ

હાલમાં બનેલી પહેલગામ કરુણાતીકામા આપણા દેશના 26 જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી ત્રાસવાદીઓએ અધમ કૃત્ય આચર્યું હતું તેનાથી સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રત્યે લોકોમાં આક્રોશ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે આ કૃત્યના પ્રતિકારરૂપે આપણા વીર જવાનોએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને જડબાવતો જવાબ પણ આપી ને પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવા સુધી મજબૂર કર્યુ છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દેશ પ્રત્યે પોતાના ફરજના ભાગરૂપે પોતાના એક મહિનાના વેતનની આર્મી રાહત કોષમાં આપવાની જાહેરાત કરીને દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે
આ ઉપરાંત ધવલસિંહ ઝાલાએ દરેક ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો અને સક્ષમ નાગરિકોને પણ આવા યુદ્ધ જેવા કપરા સંજોગોમાં રાષ્ટ્રને મદદરૂપ થવા હાકલ કરી છે

Back to top button
error: Content is protected !!