
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ મોડાસા વિભાગ મેઘરજ દ્વારા આયોજિત વેદારમ્ભ સમૂહ ઉપનયન સંસ્કાર સમારોહ 2025 મેઘરજ ખાતે યોજાશે
શ્રી શારદાપીઠ દ્વારકા પ્રાત: સ્મરણીય શ્રી જગતગુરુ શંકરાચાર્ય પ.પૂ.સદાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેશે
મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા મેઘરજ ખાતે સમૂહ જનોઈ ૨૦૨૫ બુધવારના રોજ શ્રી પી .સી .એન હાઇસ્કુલ મેઘરજ ના પ્રાંગણમાં યોજાશે.આ ભવ્ય સમારંભ માં બટુકો ને આશીર્વચન આપવા માટે શારદા પીઠ દ્વારકા પાત:સ્મરણીય શ્રી જગદ્ગુરુ શંકરાચાર્ય પ.પૂ.સદાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેશે સાંપ્રત પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાન ના તનાવ ને ધ્યાનમાં લઈને ને શ્રી જગદગુરુ નો કાર્યક્રમ રદ કરવામાં આવેલ પરંતુ હાલ ના સંજોગો ને ધ્યાન મા લઈ તેઓ સમૂહ જનોઈ ના સમારંભ મા બટુકો ને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેનાર હોઈ સમસ્ત બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી છવાઈ છે .તેઓ ૧૩/૫/૨૫ ને ૫-૦૦ કલાકે મેઘરજ પધારશે જ્યાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમનું સામૈયુ અને સન્માન અને પાદુકા પૂજન કરવામાં આવશે. અને 14 તારીખે બટુકોને આશીર્વાદ આપશે. વેદારંભ સમૂહ ઉપનયન સંસ્કાર આયોજન સમિતિ મેઘરજ ના પ્રમુખ જીગર જોષી જણાવે છે કે શ્રી જગદગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સદાનંદ સરસ્વતીજી ના આગમનને લઈને બ્રહ્મ સમાજમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે ઉપનયન સંસ્કારમાં નવ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે અને જગત ગુરુ શંકરાચાર્ય આશીર્વાદ આપશે હાલ સમૂહ જનોઈ ની તૈયારીઓ ચાલી રહી છે.




