KUTCH

કચ્છ જિલ્લાના બાગયાતદાર ખેડૂતો આગામી વર્ષ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે

રીપોર્ટ : બિમલ માંકડ, પ્રતિક જોશી

ભુજ : આથી કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓ માટે ૧). કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ માટે સહાય ૨). વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકોમાં સહાય ૩). વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકોમાં સહાય ૪).ઔષધિય પાકોમાં સહાય       ૫). અન્ય સુગંધિત પાકો જેવા કે, પામારોઝા, લેમન ગ્રાસ, તુલસી, ખસ, જાવા સીટ્રોનેલા અને સ્વીટ બેસીલમાં સહાય  ૬). ડુંગળી અને લસણ (OPEN POLLINATED) સહાય  ૭). હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર માટે સહાય ૮). સ્ટ્રોબેરી વાવેતર માટે સહાય ૯). કંદ ફુલો (Bulbouse and Rhizomatic Flowers) માટે સહાય ૧૦). દાંડી ફુલો (Cut Flowers) સહાય ૧૧). છુટા ફુલો (Loose Flowers) માટે સહાય ૧૨). પોલીહાઉસ / નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય  ૧૩). પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય ૧૪). પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય ૧૫).પોલી હાઉસમાં ઉગાડવામાં આવતા એંથુરીયમ અને નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય ૧૬). પ્લાન્ટેશન પાકો (કાજુ ) માટે સહાય ૧૭). મસાલા પાકો (RHIZOMATIC AND BULBOUS SPICES) માટે સહાય ૧૮). હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે સહાય ૧૯). મધમાખી હાઇવ માટે સહાય ૨૦). મધમાખી પેટી/બોક્ષ સમૂહ સાથે (કોલોની) માટે સહાય ૨૧). અનાનસ (ટીસ્યુ) માટે સહાય વિગેરે જેવા કુલ ૨૧ ઘટક માટે સહાય મેળવવા  તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી દિન-૨૪ માટે નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) માં આપેલ યુઝર મેન્યુઅલ મુજબ ઓનલાઇન અરજી કરવા આથી જાહેર હિતમાં સુચીત કરવામાં આવે છે. જેની સર્વે ખેડુતોએ નોંધ લેવી. યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. તેમજ વધુ માહીતી માટે નીચેના સરનામે સંપર્ક કરવો.

નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ,

બહુમાળી ભવન, ભુજ, જિ કચ્છ.

(ફોન નં: ૦૨૮૩૨-૨૨૨૭૬૩, Email: ddhbhuj@gmail.com)

Back to top button
error: Content is protected !!