BANASKANTHAGUJARAT

કચ્છ જિલ્લાના વાગડ પંથક તેમજ પાટણ જિલ્લાના વઢીયાર અને ચોરાડ પંથકમાં આહીર સમાજનો લગ્ન ઉત્સવ યોજાયો..

કચ્છ જિલ્લાના વાગડ પંથક તેમજ પાટણ જિલ્લાના વઢીયાર અને ચોરાડ પંથકમાં આહીર સમાજનો લગ્ન ઉત્સવ યોજાયો..

કચ્છ જિલ્લાના વાગડ પંથક તેમજ પાટણ જિલ્લાના વઢીયાર અને ચોરાડ પંથકમાં આહીર સમાજનો લગ્ન ઉત્સવ યોજાયો..

પાટણ-કચ્છ જિલ્લા સહિત વઢિયાર,વાગડ,ચોરાડ પંથકમાં વૈશાખસુદ-૧૩ની રાત્રીએ એકજ સાથે શ્રીકૃષ્ણ કૂળની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા રીત રિવાજ મુજબ લગભગ ૪૮ ગામોમાં અંદાજીત ૬૨૫ જેટલા વરઘડિયાના લગ્નોત્સવ ભાતીગળ પરંપરા સાથે શરણાઈ ના શુરો વચ્ચે યોજાયા હતા. હજારો વર્ષપૂર્વે શ્રીકૃષ્ણ ભગવાન ના લગ્ન આજના દિવસે થયા હતા તે પરંપરા આજે પણ આહીર સમાજ જાળવી રહ્યો છે.

ચોરાડ વિસ્તાર એટલે કે પાટણ, કચ્છ વાગડ અને વઢિયાર પથંક માં સંવત ૨૦૮૧ ના વૈશાખસુદ ૧૩ ને શનિવાર તા.૧૦/૦૫/૨૦૨૫ ના રાત્રે એકજ દિવસે વણજોયા મુહૂર્તમાં આહીર સમાજનાં લગ્નોત્સવ યોજાયા હતા.તેમાં ૪૮ ગામના ૬૨૫થી વધુ નવયુગલોએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતાં.પાટણ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ચોરાડ તેમજ વાગડ અને વઢિયાર આહીર સમાજમાં યોજાતા લગ્નો આજે પણ ભારતીય સંસ્કૃતિની આછેરી ઝલક આપે છે.શ્રીકૃષ્ણ કાળથી ચાલી આવતી પરંપરા આજેય પણ અકબંધ જોવા મળે છે અને વર્ષમાં એક જ દિવસ વૈશાખસુદ- ૧૩ ના પાવન દિવસે આહીર સમાજમાં લગ્નોત્સવ યોજાય છે. અત્યંત સાદી રીતે ઓછા ખર્ચે યોજાતા આ લગ્નો અનેક સમાજો ને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડે છે.એક જ દિવસે યોજાતા લગ્નો માં રીત રિવાજોનું સ્વેચ્છાએ ફરજિયાત પાલન કરવામાં આવે છે.હજારો વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ ભગવાનના લગ્ન વૈશાખસુદ-૧૩ ના દિવસે દ્વારિકામાં રૂકમણી સાથે થયા હતા જેના કારણે શ્રીકૃષ્ણ ભક્ત આહીરોમાં તે જ દિવસે લગ્નો કરવાની પરંપરા આજદિન સુધી અકબંધ જોવા મળી રહી છે.અહીં શ્રીકૃષ્ણ ભગવાનના પારંપરિક પોશાક (વાઘા) વરરાજા ફરજિયાત પહેરે છે અને વરરાજા નક્કી કરેલો રિવાજ પ્રમાણેનો પોશાક પહેરીને પરણવા જાય છે.વૈશાખસુદ-૧૩ ના એક જ દિવસે રાત્રિના સમયે યોજાતા લગ્નોમાં અહીં અનેક ભાતીગળ પરંપરા અને આગવી અદા અને  છટા જોવા મળે છે. અખાત્રીજના દિવસથી લગ્નો લખાય છે અને વૈશાખસુદ-૧૩ સુધી લગ્નોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.અત્યારના આધુનિક યુગમાં ભણેલા ગણેલા યુવકો હોવા છતાં વરરાજા લાલ રંગના કટારીયા વાઘા માથે મોરીયો સાથેના પૌરાણિક વાઘા પહેરીને વરઘોડો કાઢ્યા વગર ડી. જે.ને તિલાંજલિ આપી ખૂબ સાદાઈથી પરણવા જાય છે.સામે પક્ષે કન્યા પણ પૌરાણિક પહેર વેશમાં માથે ઘૂંઘટ કાઢી ચોરીમાં ફેરા ફરે છે.
—————————————
આહીર સેના ગુજરાત રાજ્ય સમી તાલુકાના પ્રમુખ આહીર ગીરીશભાઈ પરબતભાઈ
-જાખેલ ના જણાવ્યા અનુસાર પરંપરાની વિશેષતાઓ….

(૧) અધિકારી,ડોક્ટર કે ગમે તેવા ધનિક હોય છતાં પૌરાણિક પહેરવેશ જ પહેરવો પડે છે.

(૨) લગ્નમાં કોઈપણ પ્રકારના મોંઘા દાગીનાનો આગ્રહ રાખવામાં આવતો નથી.

(૩) છોકરા-છોકરીના સંબંધમાં કોઈ નાણાંકીય વ્યવહાર થતો નથી.

(૪) પ્રી.વેડિંગ,વધુ વીડિયો, વરરાજા કે કન્યાની એન્ટ્રી,હલ્દી રાસમ કે દાંડિયારાસ જેવી કોઈ રસમ નહિ.

(૫) ૫૦થી ૭૦ માણસો જાન જોડીને જાયછે.

(૬) લગ્ન પ્રસંગમાં સગા સંબંધીઓ સિવાય બીજી જ્ઞાતિના લોકો હોતા નથી.

(૭) વર્ષમાં એક જ દિવસે એકસાથે રાત્રે લગ્ન થાય છે.
વર્ષોથી ૪૮ ગામના ચોરાડ, વાગડ અને વઢિયાર ગોળના આહિર સમાજમાં વર્ષમાં વૈશાખ સુદ-૧૩ ના એક જ દિવસે એક સાથે લગ્ન થાય છે.જેમને લગ્ન કરવાના હોય તેવો ગણેશ ચોથ ના દિવસે લગ્ન કરવાનું નક્કી કરવા દીકરી પક્ષના ઘરે જઈ પૂછે છે.નક્કી થતા ગણેશ બેસાડવાની વિધિ કરાય છે.વૈશાખસુદ-૧૩ ના દિવસે સાંજે વરરાજા જાન લઈને પરણવા પહોંચી જાય છે.રાત્રે જમી પરવારીને લગ્ન કરે છે.ફેરા માટે કોઈ મુહૂર્ત જોવાતું નથી. વઢીયાર પ્રદેશના જાખેલ ગામે શ્રીયદુવંશી આહીર સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી જેમાં ગામના જે પણ લગ્ન થયા તેનો એક સામુહિક જમણવાર કરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું. વઢીયારના જાખેલ ગામે સાચા અર્થમાં એક લોહિયા આહીર ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું .
—————————————-
નવઘણભાઈ રાયમલભાઈ આહીરના જણાવ્યા અનુસાર….
વર્ષોની પરંપરા મુજબ ભોજન પહેરવેશ કે લગ્નની રીત-રસમમાં કંઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલા માત્ર બળદ ગાડાં હતા હવે વરરાજા ગાડીઓ લઈને આવે છે. ખૂબ જ સાદાઈથી સંસ્કૃતિની ઝલક સાથે એક જ દિવસે રાત્રીના સમયે અમારા દરેક ગામોમાં સામૂહિક લગ્ન થાય છે.જેમાં ડી.જે.,ફટાકડા કે દેખાડા થતા નથી.સામાન્ય ૪૦ થી ૫૦ હજાર રૂપિયાના ખર્ચમાં લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ જાય છે. દીકરીનો પ્રસંગ હોય તો ચાંદલો આવતા ખર્ચ સરભર થઈ જાય છે.દરેકે એક જ સમાન લગ્ન પ્રસંગ કરે છે જેથી ગરીબ હોય કે અમીર કોઈ ભેદભાવનો અહેસાસ થતો નથી.આજ સુધી અમારા સમાજમાં પરિવારના કોઈ સભ્યએ આ પરંપરાનું ઉલ્લંઘન કર્યું નથી.જેથી સમાજ માં એકતા અકબંધ રહી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!