કેવડિયા ગોરા ગામે ટાવર ઉપર ચઢનાર ત્રણ અસરગ્રસ્તો સામે કાયદાનો કોયડો વીંઝાયો, ફરિયાદ દાખલ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ગોરા પાસે તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ અસરગ્રસ્તો (૧) બાલુભાઈ શેરસભાઈ તડવી રહે,બરોલી, તા.નસવાડી. જી.છોટાઉદેપુર (૨) પ્રવિણભાઈ રણછોડભાઈ તડવી રહે પનસોલી નવી વસાહત, તા.ડભોઈ, જી.વડોદરા. (3) મહેશભાઈ વિક્રમભાઈ તડવી રહે.ભુમલીયા, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા મોબાઈલ ટાવર ઉપર ચઢી ગયા હતા તેમણે પડતર માંગણીઓ સંદર્ભે તંત્ર સામે રાવ મૂકી હતી વર્ષોની માંગો નહીં સંતોષાતા અસરગ્રસ્તો ટાવર ઉપર ચઢીગયા હતા તેમની સામે ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપ છે કે તેઓએ ભેગા થઈને પુર્વઆયોજન કરી પોતાના કામ કઢાવવા માટે પોતાની માંગણીઓ પુરી કરવા સારૂ સમાન ઈરાદો પાર પાડવા માટે એકબીજા સાથે એકસંપ થઈ ગુનાહિત કાવતરૂ રચી સરદાર સરોવર નર્મદા નિગમની માલિકીની ગોરા ગામની સીમમાં આવેલ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરની ચારે તરફ તારની ફેન્સીંગ વાડ કુદી ગુનાહીત અપ-પ્રવેશ કરી ટાવર ઉપર ચઢી પોલીસ/પ્રશાસનના જવાબદાર અધિકારીઓ દ્વારા ટાવર ઉપરથી નીચે ઉતરવા સમજાવવા છતા પોલીસ/પ્રશાસનના જવાબદાર અધિકારીઓને તેઓની સત્તાવાર ફરજનો ઉપયોગ કરતા અટકાવવાના ઈરાદાથી ટાવર ઉપરથી નીચે નહિ ઉતરી આપઘાત કરવાના ઈરાદાથી ટાવર ઉપર બેસી રહી મે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ, નર્મદા નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે તે સંદર્ભે ગરુડેશ્વર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે